પરવાંનગી વગર હોટેલનું બાંધકામ કરવામાં આવતા અંકલેશ્વર શહેરની હોટેલ સુરૂચીને સીલ કરતું બૌડા

New Update
પરવાંનગી વગર હોટેલનું બાંધકામ કરવામાં આવતા અંકલેશ્વર શહેરની હોટેલ સુરૂચીને સીલ કરતું બૌડા

અંકલેશ્વર શહેરની અને નગરપાલિકા નજીક આવેલ હોટેલ સુરૂચીનું બાંધકામ બૌડાની પરવાનગી વગર કરવામાં આવતું હોવાની માહિતી મળતા આખરે બૌડા દ્વારા હોટલ સુરૂચીને સીલ કરવામાં આવી હતી.

અંકલેશ્વરમાં આવેલ અને તાજેતરમાં જ રીંગણનાં શાકમાં ઈયળ નીકળવાને કારણે ભારે વિવાદોમાં સપડાયેલી હોટેલ સુરૂચી વધુ એક વિવાદના વમળમાં ફસાઇ છે.આ હોટલ સુરૂચીના સંચાલકો દ્વારા કરવામાં આવેલુ બાંધકામ ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (બૌડા)ની પરવાનગી વગર કરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ મોડેમોડે પણ તંત્રએ એક્શનમાં આવી હોટલને સીલ માર્યું હતું. બૌડાનાં અધિકારીઓની ટીમ દ્વારા હોટેલ સુરૂચીને સીલ કરીને તેને નોટીસ પણ ફટકારવામાં આવી હતી. બૌડાની આ કાર્યવાહીને પગલે ગેરકાયદેસર રીતે બાંધકામ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.