પાનોલી પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર સિક્યુરિટી ગાર્ડનું મોત

New Update
પાનોલી પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર સિક્યુરિટી ગાર્ડનું મોત

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 પાનોલી પાસે અજાણ્યા વાહન ચાલકની ટક્કરે બાઈક સવાર સિક્યુરિટી ગાર્ડનું કરુણ મોત નિપજ્યુ હતુ.

જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ ખાતે રહેતા સમીરકુમાર હરિકિશોર ઝા ઉ.વ.30ના ઓ પાનોલીની કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા, તારીખ 12મીને મંગળવારનાં રોજ તેઓ ને.હા.નં 8 બાકરોલ ગામ નજીક પાનોલી પાસેથી પોતાની બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા,ત્યારે કોઈક અજાણ્યા વાહન ચાલકે તેઓની બાઇકને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો.

publive-image

સર્જાયેલા અકસ્માતમાં સમીર કુમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યુ હતુ.

અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો,ઘટના અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.