Connect Gujarat
ગુજરાત

પાલનપુર તાલુકાના રતનપુર નજીક બે લોડિંગ જીપ-કાર વચ્ચે અકસ્માત, ૩નાં મોત,૬ ઘાયલ

પાલનપુર તાલુકાના રતનપુર નજીક બે લોડિંગ જીપ-કાર વચ્ચે અકસ્માત, ૩નાં મોત,૬ ઘાયલ
X

પાલનપુર તાલુકાના રતનપુર નજીક ત્રિપલ અકસ્માતના અહેવાલ મળી રહ્યા છે. અહીં બે લોડિંગ જીપ અને ટવેરા કાપ વચ્ચે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં ૩ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે ૬ જેટલા લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="94542,94543,94544,94545"]

આ ઘટનામાં કારમાં સવાર થઇને લોકો પાલનપુરથી મા અંબાનાં દર્શન કરવા અંબાજી જઇ રહ્યાં હતાં. પાલનપુરનાં સૈની પરિવારના સભ્યો આજે રવિવારે સવારે અંબાજી દર્શન કરવા માટે ટાવેરા ગાડીમાં જતા હતાં. તેમની કાર રતનપુર નજીકથી પસાર થતી હતી ત્યારે જ સામેથી પુર ઝડપે આવેલા લગ્નના ડીજેનાં સ્પીકરોથી ભરેલી લોડિંગ જીપ ચાલકે ટાવેરા તેમજ ગાય ભરીને જતી લોડિંગ જીપને ધડાકાભેર અથડાઇ હતી.

આ અકસ્માતમાં ટવેરા કારનો કુચ્ચા ઉડી ગયા હતા. ગંભીર ઇજાઓના પગલે ત્રણ વ્યક્તિ દેવાનંદભાઇ મોતીલાલ સૈની (૭૩ વર્ષ), ગોદાવરીબેન રાઠી (૬૦ વર્ષ),ભવ્ય અનિલકુમાર મહેશ્વરી (૮ વર્ષ)ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે પીંકીબેન રાઠી ( ૩૦ વર્ષ), લલિતાબેન જગદીશભાઇ રાઠી (૪૫ વર્ષ) , સીમાબેન ચોડક (૩૦ વર્ષ), જતીન મહેશ્વરી (૧૩ વર્ષ), ગવારીબેન મહેશ્વરી (૬૦ વર્ષ), ચાર્વી ચોડક (૫ વર્ષ)ને ઇજા થતાં ૧૦૮ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Next Story