New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/00d9ecd9-5c6a-46f5-be09-1a410d708593.jpg)
પુણેના કોઢવા વિસ્તારમાં શુક્રવારના રોજ વહેલી સવારે બેકરીમાં આગ લાગતા 6 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર બેક્સ એન્ડ કેક્સ નામની બેકરીમાં લાગેલી આગમાં ફસાયેલ કેટલાક કામદારો બચી ગયા હતા જયારે 6 લોકો જે ઉત્તર ભારતીય હોવાનું જાણવા મળ્યુ છે તે એક રૂમમાં હોવાના કારણે બહાર ન નીકળી શકતા મોતને ભેટ્યા હતા.
ઘટનાની જાણ થતા બચાવ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવે છે.
બચાવ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે માલિકે બેકરીનું શટર બહારથી લોક કર્યું હતુ જેના કારણે અંદર ફસયેલા કામદારો બહાર આવી શક્ય ન હતા.
પોલીસે પણ ત્યાં પહોંચીને આ અંગેની તપાસ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.