Connect Gujarat
દેશ

પૂર્વ ચૂંટણી કમિશનર ટીએન શેષનનું થયું નિધન, કડકાઇ માટે હતા જાણીતા

પૂર્વ ચૂંટણી કમિશનર ટીએન શેષનનું થયું નિધન, કડકાઇ માટે હતા જાણીતા
X

ભારત દેશમાં ચૂંટણી નિયમો કડકાઈથી લાગુ કરવા માટે

જાણીતા થયેલા પૂર્વ ચૂંટણી કમિશનર ટીએન શેષનનું 87 વર્ષની વયે નિધન થયું છે. ચૂંટણી ઓળખપત્રની શરૂઆત

તેમણે કરી હતી. 10મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે તેઓ 12

ડિસેમ્બર 1990થી 11 ડિસેમ્બર, 1996 સુધી આ પદ પર રહ્યા હતા.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શેષનના નિધનનો શોક તેમના ટ્વિટર પર વ્યક્ત કર્યો.

https://twitter.com/narendramodi/status/1193593693199929344?s=20

તિરુનેલ્લઇ નારાયણ ઐયર શેષન, જેમને આપણે ટી. એન.

શેષનના નામથી ઓળખીએ છીએ. તેમણે દેશને પહેલી વાર ચૂંટણી પંચની તાકાત બતાવી. દેશના 10મા મુખ્ય ચૂંટણી

કમિશનર બન્યા તે પહેલા શેષનને જે પણ મંત્રાલયમાં

કામ કર્યું તે મંત્રીની છબી આપોઆપ સુધરી ગઇ. જોકે, 1990માં મુખ્ય

ચૂંટણી કમિશનર બન્યા બાદ શેષનનો એક ડાયલોગ બહુ ચર્ચિત રહ્યો- આઇ ઇટ પોલિટિશિયન્સ

ફોર બ્રેકફાસ્ટ. તેમણે આ જ કડકાઇ કામમાં પણ બતાવી. તેથી અલ-કાયદાની માફક શેષન ‘અલ-શેષન’ કહેવાયા.

શેષને અંદાજે 50 હજાર અપરાધીઓને એવો

વિકલ્પ આપ્યો હતો કે તેઓ આગોતરા જામીન લઇ લે અથવા તો પોલીસમાં સરેન્ડર થઇ જાય.ચૂંટણીમાં ઓળખપત્રનો ઉપયોગ શેષનના કારણે જ શરૂ થયો હતો.

શરૂમાં જ્યારે નેતાઓએ એમ કહીને વિરોધ કર્યો કે ભારતમાં આટલી ખર્ચાળ વ્યવસ્થા શક્ય

નથી તો શેષને કહ્યું હતું- જો મતદાર ઓળખપત્ર નહીં બનાવાય તો 1995 પછી દેશમાં કોઇ

જ ચૂંટણી નહીં થાય. ઘણા રાજ્યોમાં તો તેમણે ચૂંટણી એટલા માટે સ્થગિત કરાવી દીધી કે

ઓળખપત્ર તૈયાર નહોતા થયા.

શેષન બે વર્ષ માટે ચેન્નઇમાં ટ્રાફિક

કમિશનર તરીકે પણ રહી ચૂક્યા હતા.

Next Story