પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો : શનિવાર મધરાતથી અમલ

New Update
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો : શનિવાર મધરાતથી અમલ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો શનિવાર રાતથી અમલી બન્યો છે.

દેશની સૌથી મોટી ફ્યુઅલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર પેટ્રોલમાં પ્રતિ લિટરે 89 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 86 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

આ ભાવ વધારાથી પરિવહન ખર્ચ મોંઘુ થશે જેના કારણે બીજી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઇ શકે છે, જેમ કે શાકભાજ, ખાવાનો સમાન જેવી રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓના ભાવ આગામી દિવસોમાં વધે તેવી શક્યતાઓ છે.