New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/57330131.jpg)
ટીવી એક્ટ્રેસ દીપિકા ચીખલીયા ‘રામાયણ’ સિરિયલમાં સીતાનું પાત્ર ભજવીને લોકપ્રિય બની હતી. જોકે, બાદમાં તે અચાનક રૂપેરી પડદા પરથી ગાયબ થઇ ગઇ હતી અને હવે 20 વર્ષ બાદ ફરિવાર તે ટીવી પર એક્ટિંગ કરતી જોવા મળશે.
1987માં આવેલી રામાયણ સીરિયલ થી દીપિકાએ લોકપ્રિયતા મેળવી હતી. દીપિકાએ બાદમાં એક્ટિંગ માંથી રાજકીય કારર્કીદી શરૂ કરી હતી. દીપિકા 1991માં બરોડાની લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર સાંસદ બની હતી.
દીપિકા ચીખલીયા અભિનેતા મનોજ ગીરિની ફિલ્મ ગાલિબ દ્વારા રૃપેરી પડદે પાછી ફરી રહી છે. આ ફિલ્મમાં તે આતંકવાદી અફઝલ ગુરુની પત્ની અને તેમના પુત્ર ગાલિબની માતા તબ્બસુમનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ અફઝલના પુત્ર ગાલિબ પર જ બનાવવામાં આવી છે.