New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/Untitled-3.png)
બોલીવુડ સ્ટાર શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા ની ખુશી બેવડાય છે કારણ કે મીરા એ દીકરીને જન્મ આપ્યો છે.
શાહિદ કપૂર અને મીરા રાજપૂત જુલાઈ 2015 માં લગ્ન ગ્રંથી થી જોડાયા હતા, મીરા રાજપૂતને ડિલિવરી માટે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. તારીખ 26મી ઓગષ્ટ 2016ની સાંજે મીરાએ દીકરીને જન્મ આપ્યો હતો. તબીબો એ જણાવ્યુ હતુ કે શાહિદ અને મીરાની દીકરીનું જન્મ સમયે વજન 2.8 કિલો છે અને માતા તેમજ પુત્રી બંને સ્વસ્થ છે. મીરાને ચાર થી પાંચ દિવસ બાદ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવશે.
શાહિદ કપૂરે આ અંગે સોશ્યલ મીડિયા પર પત્ની મીરા સાથે ની તસ્વીર પણ શેર કરી હતી, અને તેઓએ ચાહકો નો આભાર પણ વ્યક્ત કર્યો હતો. શાહિદ કપૂરને તેના સાથી ફિલ્મ સ્ટાર દ્વારા પણ અભિનંદ પાઠવવામાં આવ્યા છે.