/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/yt_1200-vfl4C3T0K.png)
આજના યુગમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઓનલાઇન ચેનલ તરફ ફોક્સ કરી રહ્યું છે, ફેસબુક પછી હવે youtube પણ લાઈવ ટીવી ચેનલ સર્વિસ લોન્ચ કરશે, જેના પછી ટીવી કેબલ જરૂર નહીં પડે અને ટીવી પર લાઈવ ચેનલ જોઈ શકાશે.
સૌથી પહેલા ટેસ્ટિંગ માટે આ સર્વિસ અમેરિકામાં લોન્ચ થશે, પછી બીજી બધી જગ્યા પર શરૂ કરવામાં આવશે, Youtube નું કેહવું છે કે યુવાનો માટે ખાસ રજૂ કરવામાં આવી રહી છે, કેટલીક વાર સમય ન હોવા કારણે કેટલાક ઇવેન્ટ પ્રોગામ અને ફિલ્મો જોઈ શકતા નથી, જેના થી youtube નું આ નવું ફીચર એમને વધારે કામ લાગશે અને જોય શકાશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
કંપની ચીફ એક્ઝિક્યુટિવે મીડિયાને જણાવ્યું હતુ કે youtube ટીવી આગામી મહિનામાં 35 ડોલર પ્રતિમાસ ની કિંમત પર સબસ્ક્રાઇબ કરવામાં આવશે.
youtube ટીવી ચેનલ પર વાલ્ટ ડિઝની, એબીસી , સીબીએસ , એનબીસી , એનબીસી પલ્સ , સ્પોર્ટસ ચેનલ જેવા અલગ અલગ ચેનલ ની youtube ટીવી ચેનલ ની મજા લોકો લઇ શકશે.