New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/page-2.jpg)
શાહરૃખ, સલમાન ખાન અને અક્ષય કુમારે કમાણીની દ્રષ્ટિએ ફરી એકવાર નવુ શિખર સર કર્યું છે. સહુથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની ફોર્બ્સ મેગેઝીને તૈયાર કરેલી યાદીમાં આ ત્રણેય અભિનેતાઓના નામ છે.
ફોર્બ્સ મેગેઝીને ૨૦૧૭ના સહુથી વધુ મહેનતાણું પ્રાપ્ત કરનારા કલાકારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ત્રણ ભારતીય અભિનેતાનાં નામ છે. સલમાન, અક્ષય અને શાહરૃખ આ ત્રણેય અભિનેતાઓએ સતત ત્રીજે વર્ષે આ યાદીમાં સ્થાન પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.
આ યાદીમાં શાહરૃખ આઠમે, સલમાન નવમે તથા અક્ષય કુમાર દસમે સ્થાને છે. આમીર ખાને દંગલ ફિલ્મ દ્વારા કરોડોની કમાણી કરી છે. પરંતુ આમ છતાં એનું નામ યાદીમાં નથી. જ્યારે અમિતાભ બચ્ચનનું નામ પણ આ યાદીમાં નથી.