Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : ડીસા કોર્ટે અલ્પેશ ઠાકોરનું કર્યું પકડ વોરંટ ઈશ્યુ

બનાસકાંઠા : ડીસા કોર્ટે અલ્પેશ ઠાકોરનું કર્યું પકડ વોરંટ ઈશ્યુ
X

ડીસા એડી.ચીફ જ્યુડિશિયલ કોર્ટે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ વારંવાર કોર્ટ મુદ્દતે હાજર ના રહેતા પકડ વોરંટ ઈશ્યુ કર્યું છે. સ્થાનિક ચુંટણી સમયે અલ્પેશ ઠાકોરે તત્કાલીન બનાસકાંઠા DSP નીરજ બર્ડગુજ્જર સામે વાંધાજનક નિવેદન કરતાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી.

જોકે ડીસા કોર્ટમાં બદનક્ષીનો કેશ હાલ ટ્રાયલ પર છે પરંતુ અલ્પેશ ઠાકોર કોર્ટની મુદ્દતો પ્રમાણે હાજર નાં રહેતા વકીલ શિરીષ મોદીએ વોરંટ જારી કરવા કોર્ટ સમક્ષ માગણી કરી હતી. જેમાં કોર્ટે અલ્પેશ ઠાકોરને હાજર કરવા પકડ વોરંટ ઈશ્યુ કરી દીધું છે. તત્કાલીન DSP સામે વાંધાજનક નિવેદન આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ત્યારે કોર્ટે ઈશ્યુ કરેલ પકડ વોરંટ બાદ અલ્પેશ ઠાકોર ક્યારે કોર્ટના હાજર થાય છે તેની રાહ જોવાઇ રહી છે.

Next Story
Share it