Connect Gujarat

બાંગ્લાદેશને અંતિમ મેચમાં હરાવી ભારતે શ્રેણી પોતાના નામે કરી

બાંગ્લાદેશને અંતિમ મેચમાં હરાવી ભારતે શ્રેણી પોતાના નામે કરી
X

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નાગપુરમાં રમાયેલ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું કરી હતી. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરનાં અંતે 5 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. અને બાંગ્લાદેશને જીત માટે 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી શ્રેયસ ઐય્યરે સર્વાધિક 62 રનની પારી રમી હતી. તો લોકેશ રાહુલે પણ પોતાના ટી-20 કેરિયની છઠ્ઠી હાફ સેન્ચુરી ફટકારી હતી.

બેટિંગ માટે ઉતરેલી બાંગ્લાદેશની ટીમ તરફથી મોહમ્મદ નઈમે સર્વાધિક 81 રન ફટકાર્ય હતા. 19મી ઓવરમાં બાંગ્લાદેશની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. દીપક ચહર 6 વિકેટ ઝડપી હતી, જ્યારે શિવમ દુબેએ 3 વિકેટ લીધી હતી. આ સાથે જ ભારતે બાંગ્લાદેશ સામે ત્રણ મેચોની ટી-20 સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે.

.

Next Story
Share it