Connect Gujarat
ગુજરાત

બિસ્માર રોડ-રસ્તા મુદ્દે ભરૂચ ડિસ્ટ્રીક્ટ ટ્રાવેલ્સ એસોસીયેશને કલેકટરને આપ્યું આવેદન

બિસ્માર રોડ-રસ્તા મુદ્દે ભરૂચ ડિસ્ટ્રીક્ટ ટ્રાવેલ્સ એસોસીયેશને કલેકટરને આપ્યું આવેદન
X

હાલની વરસાદી પરિસ્થીતીના કારણે ભરૂચ થી દહેજ,ભરૂચ થી અંકલેશ્વર,ઝઘડીયા તેમજ જી.આઇ.ડી.સીના રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓના પગલે ટ્રાવેલ્સર્સના,ગુડસ તેમજ નાના ફોર વ્હીલ વાહનોને નડતી પારાવાર મુસ્કેલીઓ વેઠવાનો વારો આવતા જિલ્લાના તમામ મુખ્ય માર્ગોની યોગ્ય અને સત્વરે મરામત માટે ભરૂચ ડિસ્ટ્રીક્ટ ટ્રાવેલ્સ એસોસીયેશને જિલ્લા કલએકટરને એક આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

ટ્રાવેલરો દ્વારા પોતાને પડતી તકલીફો અને વેદના વ્યકત કરવા ભરૂચ ડિસ્ટ્રીક્ટ ટ્રાવેલ્સ એસોસીયેશના પ્રમુખ જીજ્ઞેશ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં મોટી સંખ્યામાં કલેકટરાલય ખાતે પહોંચી આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હરણફાળ ભરી રહ્યો છે.જેની નોંધ ભારત એશના ઔદ્યોગિક વિકાસમાં લેવાઇ રહી છે.ખાસ કરીને દહેજમાં સેઝ એકમોમાં પૂરઝડપી વિકાસ થઈ રહ્યો છે.જેમાં કામ કરતા કંપની કામદારોને લાવવા લઈ જવા,માલની હેરફેર માટે ભરૂચ જિલ્લામાં આશરે ૧૦૦૦ થી વધુ વાહનો જેવાકે, લકઝરી બસો,નાના ફોરવ્હીલર વાહનો તથા ટ્રાન્સ્પોર્ટ ગુડસ વાહનો પણ પોતાની ફરજ બજાવી રોજી રોટી મેળવે છે.

પરંતુ હાલની વરસાદી પરિસ્થિતિના કારણે રોડ-રસ્તાઓ જેવાકે ભરૂચ થી દહેજ,ભરૂચ થી અંકલેશ્વર-ઝઘડીયા જી.આઇ.ડી.સીના રસ્તાઓ ઉપર ફરતી બસો તથા વાહનોને ખાડા પડી જવાથી તેમજ રસ્તા ખુબ જ ખરાબ થઈ જવાથી બસો-વાહનોને ખુબ જ મોટું આર્થીક નુકશાન થાય છે. સાથે-સાથે કંપનીઓની શીફ્ટમાં જોડાયેલ બસો-વાહનો જો સમયસર ન પહોંચતા કંપની ઓ તરફથી પેનલ્ટી(દંડ) કરવામાં આવે છે.આ બધી નુકશાનીની સાથે ટ્રાન્પોટરોએ માનસીક ત્રાસ પણ સહન કરવો પડી રહ્યો છે.રસ્તા ખરાબ હોવાથી વાહનો ધીમા ચલાવવા પડે છે.જેના પગલે વાહનોની એવરેજ (માઇલેજ) ઓચી આવતા ડીઝલનો ઉપયોગ પણ વધારે થાય છે.જેથી ટ્રાન્સોટરોને આર્થીક નુકશાની વેઠવી પડી રહી છે.સાથે સાથે આવેદન આપવા આવેલા ટ્રાન્પોર્ટરોએ જો તંત્ર દ્વારા આગામી ૭-૧૦ દિવસમાં યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ભરૂચ જિલ્લાના તમામ ટ્રાવેલ્સ-ટ્રાવેલ્સ દ્વારા પોતાના વાહનો ના છુટકે બંધ કરવામાં આવશે અને જેના કારણે અમો ટ્રાવેલ્સ અને ટ્રાવેલ્સ કંપનીઓને થતા આર્થિક નુકશાનની જવાબદારી પણ તંત્રની રહેશેની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી.

Next Story