માફ કરના હર બાર સહિ નહિં હોતા

વર્ષ ૨૦૧૭ માં એક સ્પેનિશ ફિલ્મ બનેલી ‘ધ ઈન્વીઝિબલ ગેસ્ટ’ એક અદ્રશ્ય અતિથી, સુજોય ઘોષ ‘બદલા’ ફિલ્મના દિગ્દર્શક છે.

શુક્રવાર તા. ૮ મી માર્ચ (વિશ્વ મહિલા દિન) ૨૦૧૯ ના વિમેન લિબરેશનના નારા સમગ્ર વિશ્વમાં બુલંદ થશે ત્યારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ‘બદલા’ જોયું.

ફરી એકવાર અમિતાભ બચ્ચન (લોયર બાદલ ગુપ્તા) અને તાપસી પન્નુ (નૈના શેટ્ટી) ની જોડી  જામી. તાપસી પન્નુ પર ખૂનનો આરોપ છે. તે વકીલને, (માનવ કોલ) રોકે છે. જે છેલ્લા ૪૦ વર્ષની  વકીલાતની પ્રેક્ટીસમાં એકપણ કેસ હાર્યા નથી, બાદલ લોયર એ કેસ લડવા તૈયાર થાય છે.

લોયર બાદલ ગુપ્તા (એ.બી.) નૈના (તાપસી પન્નુ) ના એપાર્ટમેન્ટમાં આવે, પહેલી મુલાકાત એ  મુલાકાત ત્રણ કલાક ચાલે છે, ત્રણ કલાક પછી પોલીસ સ્ટેશન નૈનાએ જવું પડે, અને એ ગળે ઉતરે એવાં જવાબ ન આપે તો પોલીસ કસ્ટડીમાં જવું પડે. અમિતાભ બચ્ચન (લોયર બાદલ ગુપ્તા) એને પ્રોમીસ આપે છે કે એને જેલમાં જવું પડશે નહિં, જો એ ભણાવે એમ જવાબ આપશે.

અને શરૂઆત થાય છે, સવાલ-જવાબ કન્ફેશનનો સિલસિલો.

તાપ્સી પન્નુ (નૈના) કબૂલ કરે છે કે એની એક ભૂલ થઈ જેને છુપાવવામાં  એના માથે ભૂલોનો હિમાલય ખડો થઈ ગયો અને એ ખીણમાં ફસાતી ગઈ. જાપાનીસ કંપની સાથે એ જે કરાર કરે છે, એમાં સફળ થઈ એની કંપની એક્ઝિક્યુટીવ તરીકે ‘બેસ્ટ આઉટ્સ્ટેન્ડીંગ બિઝનેશ વુમન ઓફ ધ યર’ થી સન્માનિત થાય છે, એ જ એવોર્ડ ફંકશનમાં એને મળે છે અમૃતાસિંઘ (રાની).

બસ હવે એક શબ્દ સ્ટોરી વિશે આગળ નહિં માત્ર ડાયલોગ રાઈટર સુજોય ઘોષ અને રાજ વસંત, શાહરુખ ખાન રેડ ચીલી સેન્ટર ટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, ગૌરી ખાન (શાહરુખના પત્ની) અને બીજા સાત નિર્માતા, એડિટીંગ મોનીસા આર. બલદેવા. વેશભૂષા : દીપિકા લાલ, અનિરુધ્ધ સિંઘ. ફિલ્મનાં મેકઅપ એક્ષપર્ટ સીમોન બેલેવેલ્ડ (સ્પેશિયલ મેકએપ મેન) હેર સ્ટાઈલ : મીશેલ નીરી, માની સમરાન.

ઈન્ટરવલની પહેલાની ૨૦ મિનિટમાં અમૃતાસિંધ છવાય જાય. ઈન્ટરવલ પછી અમિતાભ બાજી મારે.

આપણે ફિલ્મોમાં કોર્ટરૂમમાં યોર ઓનર સર, ઓર્ડર-ઓર્ડરના દ્રશ્યો જોવાં ટેવાયેલા છે. એવું કશું જ નથી, જંગલમાં બે કાર એક્સિડેન્ટ થતા બચે એકમાં તાપસી પન્નુ, બીજી કારમાં સની સિંઘ તૂર (એનટોનિયો) બેભાન અવસ્થામાં આ સીન ફિલ્મના અંત સુધી રીપીટ થાય અને દરેક વખતે સ્ટોરીમાં નવો વળાંક. યુ ટર્ન. ફિલ્મમાં ‘મહાભારત’ ની કથા. ધૃતરાષ્ટ્ર, સંજય, યુધિષ્ઠિર અને દ્રૌપદીના નામ વણી લઈને લખેલ અને બોલાયેલા સંવાદ અમિતાભ માટે કાબીલે દાદ.

ફિલ્મ જોયા બાદ, જ્યાં સુધી ફરીવાર ફિલ્મના જોશો ત્યાં સુધી મગજ ચકરાવે ચઢશે. ઘટના એટલી બધી બને કે ક્યાંય જ્ઞાનતંતુ તાણાવાણા જોડવા જાય ત્યાં ભાંગીને ભુક્કો થાય એવી ઘટના કચકડે એટલી અસરકારક રજૂ થાય કે યાદશક્તિનો ગ્રાફ હવામાન ખાતાની આગાહીની જેમ બદલાય જ કરે.

‘એક બાત તો મૈંને આપકો બતાઈ નહિં’ આ સંવાદ ફિલ્મ પૂર્ણ થાય એની ૧૦૦ સેકેંડ પહેલા તાપસી પન્નુ બોલે અને દર્શકના મનમાં વિચાર આવે આખી વાત પર પૂર્ણ વિરામ આવી ગયું અને ફરી અલ્પવિરામ ?

એજ ખૂબી છે ‘બદલા’ ની ‘માફ કરના હર બાર સહિ નહિં હોતા’ ગો એન્ડ વોચ ‘બદલા’, વિનંતી એટલી કે કોઈનો બદલો લેતાં નહિં, ભાઈચારો રાખજો.

સંવાદ :

  • આજ મૈં ધૃતરાષ્ટ્ર હું ઔર તુમ સંજય (અમિતાભ : લોયર બાદલ).
  • ‘હોમ વર્ક’ નહિં કરને પર ભી દાંટ મીલ શકતી હૈ.
  • તુમ તો દુર્યોધન સે ભી દો કદમ આગે કી બદતર નીકલી.
  • અંતે બદલા ફિલ્મમાં અમિતાભ બચ્ચન લોયર બાદલ ગુપ્તા નથી / છે / નથી.
  • રોઝ ઈઝ રોઝ, અમિતાભ…અમિતાભ છે.

LEAVE A REPLY