/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/05/Cyber-Crime-002.jpg)
અમેરિકા, રશિયા, ચીન, યુરોપ, સ્પેન, સહિત અનેક દેશો પર કેટલાક સંગઠનોએ સાયબર એટેક કર્યો, આ સાયબર એટેકના હુમલામાં સૌથી વધુ અસર બ્રિટનમાં આવેલી નેશનલ હેલ્થ હોસ્પિટલ પર પડી છે, જેને કારણે બ્રિટનમાં કેટલાય દર્દીઓની ઓનલાઇન રેકોર્ડ ગમ થઈ ગયા હતા, આ સાયબર એટેકમાં "રેન્સવેયર" નામનો વાયરસ જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું.
અનેક હોસ્પિટલનું કહેવું છે કે તેમને પોતાના કોમ્યુટર ખોલવામાં મુશ્કેલી થઈ રહી છે, અને જે કોમ્યુટરર્સ હેક થયા છે તેને ખોલવા પર એક મેસેજ જોવા મળે છે ,તેમાં કહેવામાં આવે છે કે ફાઈલ રિકવર કરવા માંગતા હોવ તો રૂપિયા ચૂકવા પડશે, અને કેટલીક જગ્યા પર ખંડણીની રકમ માંગવામાં આવી રહી હોવાના સમાચાર આવી રહ્યા છે.
અનેક દેશોમાં "રેન્સવેયર" નામના કોમ્યુટર વાયરસને સાઇબર એટેક માટે જવાબદાર ગણવામાં આવી રહ્યો છે, "રેન્સવેયર" એક એવો વાયરસ છે જે કોમ્યુટરર્સ ફાઈલને નષ્ટ કરવાની ધમકી આપે છે, અને કહે છે તમારે તમારી ફાઈલ પરત જોઈએ છે તો તેની ફી ચૂકવવી પડશે, આ વાયસર કોમ્યુટરમાં ઉપલબ્ધ ફાઈલો અને વીડિયોને ઈનક્રીપટ કરી દે છે, અને તેને રૂપિયા આપ્યા બાદ જ ઓપન કરી શકાય છે,હાલમાં આ વાયસર ભારતમાં નથી ફેલાયો.