ભરૂચના આંગણે મંત્રી વિભાવરી દવેના અધ્યક્ષસ્થાને સુપોષણ ચિંતન સમારોહ કાર્યક્રમ યોજાયો

કુપોષણને અટકાવીએ અને સુપોષિત સમાજનું નિર્માણ કરવા આપણે સહુ કટિબધ્ધ બનીએ:મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે
મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત તા.૦૯ મી ઓગષ્ટ - ૨૦૧૯ ના રોજ નર્સીંગ હોલ, સિવિલ હોસ્પિટલ કંમ્પાઉન્ડ - ભરૂચ ખાતે મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ(પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામ વિભાગના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને મહિલા કલ્યાણ દિવસ અંતર્ગત સુપોષણ ચિંતન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
[gallery td_select_gallery_slide="slide" size="full" ids="107099,107100,107101,107102,107103,107104,107105,107106"]
આ અવસરે રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાનના સહિ પોષણ, દેશ રોશનના આહવાનને ચરીતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતની સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોને સાડી, ગણવેશ વિતરણ અને માતા યશોદા એવોર્ડથી મંત્રીના હસ્તે સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત એવોર્ડ માટે પસંદગી પામેલ આંગણવાડી કાર્યકરને રૂ.૨૧,૦૦૦/- અને તેડાગરને રૂ.૧૧,૦૦૦/- નો ચેક આપવામાં આવ્યો હતો.
સમારંભના અધ્યક્ષસ્થાનેથી મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ(પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામ વિભાગના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે વિવિધ મહિલાલક્ષી કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે. તેની વિગતો આપતાં રાજ્ય સરકારે મહિલા ઉત્થાન માટે લીધેલા પગલાંઓની જાણકારી આપી હતી. મહિલા ઉત્કર્ષ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૫૦% અનામત, પોલીસ ભરતીમાં પણ ૩૩% અનામત આપી મહિલાઓને પુરૂષ સમોવડી બનાવવાના અવિરત પ્રયાસો કરવામાં આવ્યા છે.
મહિલાઓને સન્માન અને સુરક્ષા માટે રાજ્ય સરકારે અનેકવિધ પગલા લીધા હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે મહિલાલક્ષી જેન્ડર બજેટની પણ વિસ્તૃત વિગતો આપી મહિલાલક્ષી અમલી અનેકવિધ યોજનાઓની જાણકારી આપી હતી. સમાજમાં સ્ત્રી સશક્તિકરણના લક્ષને સાધવા માટે મહિલાઓને સમાન ભાગીદારી જરૂરી છે. તેમણે બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત દિકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવાની સાથે સમાજમાં દિકરીઓને આગળ આવવા હાકલ કારી હતી.
તેમણે ઉમેર્યું હતુ કે, કુપોષણને ઝડપથી ઘટાડવા માટે સમાજના વર્તનમાં પરિવર્તન ખુબ જરૂરી છે અને તેના માટે સમાજની ભાગીદારી પણ એટલી જ મહત્વની છે. માતા અને બાળકોને આંગણવાડી પર માત્ર આહાર આપવાથી પોષણસ્તરમાં લક્ષિત ઝડપી સુધારો લાવી શકાતો નથી. પરંતુ આહાર, પોષણ અને આરોગ્યની સારી ટેવો આંગણવાડીસ્તરે સમૂદાયની સગર્ભા અને ધાત્રી માતાઓ દ્વારા નિયમિત અમલમાં મુકાય તે ખુબ જ જરૂરી છે. તેમણે કુપોષણને અટકાવીએ અને સુપોષિત સમાજનું નિર્માણ કરવા આપણે સહુ કટિબધ્ધ બનીએ તેમ જણાવયું હતું.
નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ મહિલાઓએ પોતાના હક્કો પ્રત્યે જાગૃતી બની સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ લેવાની અપીલ કરી હતી. ચાઈલ્ડ વેલફેર કમિટિના ચેરમેન આર.વી.પટેલે પણ મહિલા સશક્તિકરણ અંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પીબીએસસી ભરૂચના કાઉન્સેલર હેમાંક્ષીબેન શાહે પોતાની સાફલ્યગાથા રજૂ કરી હતી. કાઉન્સેલર દિપિકાબેન ચૌધરીએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનની જાણકારી આપી હતી. સેન્ટર એડમીનિસ્ટ્રેટર જાનવી ભટ્ટ દ્વારા સખી વન સ્ટોપની માહિતી પુરી પડાઈ હતી. આજના આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ અધિકારી હસિનાબેન મનસુરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને અંતમાં પ્રોગ્રામ ઓફિસર નિલેશ પટેલે આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પ્રાથમિક અધિકારી કે.પી.પટેલ, જિલ્લાની વિવિધ મહિલા સંસ્થાઓના પ્રતિનિધિઓ, જિલ્લાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમના અંતે મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ, નવા પ્રેસિડેન્ટ તરીકે...
4 July 2022 4:44 AM GMTપીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, ગાંધીનગર ખાતે ડીજીટલ ઈન્ડિયા...
4 July 2022 4:06 AM GMTરાજ્યમાં આજે કોરોનાના 456 નવા કેસ નોધાયા, 386 દર્દીઓ થયા સાજા
3 July 2022 2:40 PM GMTસાબરકાંઠા: પોળો જંગલોમાં હવેથી પેટ્રોલ-ડીઝલની કાર નહીં ચાલે, ડેમ સાઈટ...
3 July 2022 12:59 PM GMTગુજરાતમાં ચોમાસુ જામ્યું, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ
3 July 2022 11:42 AM GMT