ભરૂચના દયાદરા પોસ્ટ ઓફિસમાં સેંકડો મનીઓર્ડર અટવાયા

New Update
ભરૂચના દયાદરા પોસ્ટ ઓફિસમાં સેંકડો મનીઓર્ડર અટવાયા

ભરૂચ જિલ્લાના દયાદરા સ્થિત સબ પોસ્ટ ઓફિસ માં છેલ્લા કેટલાક દિવસોથી સેંકડો મની ઓર્ડરોનું વિતરણ ન થતા ધાર્મિક સંસ્થાઓ સહિત અનેક ગ્રામજનોના નાણાં પોસ્ટ ઓફિસમાં ફસાઈ ગયા હોવાની માહિતી સપાટી પર આવી છે. આ અંગે અંજુમને રઝાએ મુસ્તફા નામની ધાર્મિક સંસ્થાના કર્તા હર્તા શબ્બીર પટેલ રઝવીએ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરિયાદ કરી વહેલી તકે MO નું વિતરણ કરવા માંગ કરી છે.શબ્બીર પટેલે કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર ભરૂચના દયાદરાની સબ પોસ્ટ ઓફિસમાં છેલ્લા ૧૦ - ૧૨ દિવસથી મની ઓર્ડરો આવી ને પડેલા છે. જેનું હજી સુધી વિતરણ કરાયુ નથી.આ અંગે તેઓએ તપાસ કરતા કોમ્પ્યુટરમાં ખામી સર્જાવાને કારણે મની ઓર્ડર ફસાયા હોવાની વિગતો જાણવા મળી હતી.જેથી તેઓએ અવાર નવાર એસ.પી.ભરૂચને ટેલિફોનિક રજૂઆતો કરી હતી.પરંતુ તેનું પરિણામ શૂન્ય રહેવા પામ્યુ હતું.

publive-image

દયાદરા ગામમાં અનેક ધાર્મિક સંસ્થાઓ આવેલી છે.અને હાલ પવિત્ર રમઝાન માસ ચાલતો હોવાથી દેશ વિદેશમાંથી દાનનો અવિરત પ્રવાહ મની ઓર્ડર થકી ધાર્મિક સંસ્થાઓમાં આવતો હોય છે.પરંતુ પોસ્ટ ખાતાની બેદરકારીને કારણે હાલ સેંકડો મની ઓર્ડરો વણ વહેંચાયેલા દયાદરાની સબ પોસ્ટ ઓફિસમાં અટવાઈ જવા પામ્યા છે.ફસાયેલા મની ઓર્ડર સંદર્ભે ભરૂચના પોસ્ટ ખાતાના સુપ્રિન્ટેનડેન્ટ તેમજ પોસ્ટ માસ્ટર જનરલ અમદાવાદને લેખિત ફરિયાદ કરી સત્વરે મની ઓર્ડરની વહેંચણી થાય તેવી માંગ દયાદરાના શબ્બીર પટેલ દ્વારા કરવામાં આવી છે.સદર સમસ્યા સંદર્ભે ભરૂચ SP નો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેઓનો ફોન જોડાઈ શક્યો ન હતો.

  • ગત વર્ષે રમઝાનમાં આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી

ગત રમઝાન માસ દરમિયાન પણ મની ઓર્ડર વિતરણ કરવામાં દયાદરા એસ.ઓ.દ્વારા અખાડા કરવામાં આવતા મની ઓર્ડર વિતરણ કાર્ય ખોરંભે પડયુ હતુ.અને ચાલુ સાલે પણ આની આ જ પરિસ્થિતિ નું નિર્માણ થયુ છે.જેથી જાણી બુઝી ને તો ટપાલ વિભાગ દ્વારા આવુ કરવામાં નથી આવતુ ને...? તેવો ગંભીર પ્રશ્ન શબ્બીર પટેલ દ્વારા ઉપસ્થિત કરાયો છે.જેથી દયાદરા પોસ્ટની કામગીરી શંકા ના દાયરામાં આવી જવા પામી છે.