ભરૂચમાં સિંધીભાઈઓ દ્વારા ચેટીચાંદની રંગેચંગે ઉજવણી કરાઈ

New Update
ભરૂચમાં સિંધીભાઈઓ દ્વારા ચેટીચાંદની રંગેચંગે ઉજવણી કરાઈ

હિન્દુસ્તાનના ભાગલા સમયે સિંધથી લાવવામાં આવેલ જ્યોત આજે પણ ભરૂચના મંદિરે પ્રજ્વલિત છે.

ચેટીચાંદ પર્વ એ સિંધી લોકો માટે મહત્વનો તહેવાર ગણાય છે. સિંધી સમાજમાં નવાવર્ષ તરીકે ચેટીચાંદને ધામધૂમપૂર્વક ઉજવાય છે. ભરૂચમાં રહેતા સિંધી સમાજના લોકોએ આજે ભરૂચના ભગાકોટના ઓવારે આવેલ ઝુલેલાલ મંદિરે ભેગા થઇ ચેટીચાંદની ઉજવણી કરી એકબીજાને તેની શુભેચ્છાઓ આપી હતી.

ભરૂચના ભાગકોટ ઓવારે આવેલ ઝુલેલાલ મંદિરની સ્થાપના આઝાદીના વખતે ઠકકુર આસનલાલ સાહબ ધ્વારા કરવામાં આવી હતી. જે સમયે મંદિર માટે સિંધથી અખંડ જ્યોત લાવવામાં આવી હતી જે આજે પણ પ્રજવલિત છે. આ મંદિર સિંધી ભાઈ–બહેનોનું તીર્થસ્થાન માનવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝુલેલાલ ભગવાનની જન્મ તીથીની ઉજવણી કરવામાં આવી હતી. સિંધીજનોએ એકબીજાન મીઠાઈઓ વહેંચી ચેટીચાંદની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest Stories