New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/02464379-ca5a-480d-a34e-1f6017c7e90c.jpg)
ભરૂચનાં કુકરવાડા ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ નજીક થી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
ભરૂચના કુકરવાડા ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ પાસે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળ પર દોડી આવીને તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા.
મૃતક યુવકના માથાના ભાગે ઇજાના નિશાન પણ પોલીસને પ્રાથમિક તપાસમાં મળી આવ્યા હતા. યુવકને કોઈક હથિયાર વડે માથામાં મારીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું અનુમાન પણ પોલીસ લગાવી રહી છે.
હાલ પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને મૃતકની ઓળખ વિધી શરુ કરી છે.