અંકલેશ્વર: શાંતિનગર વિસ્તારમાં વિકૃત હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ

અંકલેશ્વર શહેરના શાંતિનગર વિસ્તારમાં રેલ્વે લાઇનને અડીને આવેલી ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી..

New Update
  • અંકલેશ્વરમાં સામે આવ્યો બનાવ

  • શાંતિનગરમાંથી મૃતદેહ મળી આવ્યો

  • વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો

  • 31 વર્ષીય યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત

અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં વિકૃત હાલતમાં એક વ્યક્તિનો  મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે  અંકલેશ્વર શહેરના શાંતિનગર વિસ્તારમાં શિવ રેસિડન્સીના પાછળ રેલ્વે લાઇનને અડીને આવેલી ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મૃતક રોશનકુમાર મંડલ અત્યારે અંકલેશ્વરના મારુતિધામ-2 વિસ્તારમાં ભાડે રહેતા હતા અને જી.આઈ.ડી.સી. વિસ્તારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. સવારે અંકલેશ્વર ઉદ્યોગનગર રેલ્વે સ્ટેશનથી આશરે 500 મીટર દૂર ઝાડીઓમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે.
Latest Stories