Connect Gujarat
ગુજરાત

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવે ટ્રેનની અડફેટે ૩ લોકોના મોત

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવે ટ્રેનની અડફેટે ૩ લોકોના મોત
X

  • પીરામણ નજીક ટ્રેન ની અડફેટે યુવક, યુવતીએ આપઘાત કર્યોની આશંકા
  • અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક એક યુવક અડફેટે આવી જતા મોત નીપજ્યું
  • એક જ રાત્રીમાં રેલવે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થી ચકચાર

ભરૂચ-અંકલેશ્વર રેલ્વે ટ્રેક ઉપર એકજ રાતે કોઇ ટ્રેનની અડફટે આવતા ત્રણ વ્યક્તીઓના મોતા નીપજવાની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવા પામી હતી.

અંકલેશ્વરના પીરામણ બ્રિજ પાસે રાતે યુવાન-યુવતીએ કોઇ ટ્રેનની નીચે પડતું મુકી આત્મહત્યા કરી હોય એવા મૃતદેહ મળવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. જો કે પોલીસે ત્રણેવના મૃતદેહોને પી.એમ. અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડી તેમના વાલીવારસની શોધ આરંભી મરનાર તમામે આત્મહત્યા કરી છે કે પછી કોઇ ટ્રેનની અડફેટે આવતા મોત નીપજયા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Next Story