/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/maxresdefault-35.jpg)
કલેકટરને કોલેજરોડ તથા શ્રવણ ચોકડી પર અકસ્માતનો ભય હોવાની રજુઆત સાથે આવેદન આપ્યું
ભરૂચમાં ભોલાવ ઓવરબ્રીજ તથા નવા નર્મદા મૈયા બ્રીજને જાડતો બંધાઇ રહેલો ઓવર બ્રીજ બંનેના છેડા કોલેજની સામે આવતો હોય ત્યાં અકસ્માતો વધવાની સંભાવના અને શ્રવણ ચોકડીની આસપાસ અનેક સ્કુલો હોઇ ત્યાં પણ અકસ્માતની સંભાવનાને લઇ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.
ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા સહિત જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ આજરોજ જિલ્લા કલેકટરને કોલેજરોડ તથા શ્રવણ ચોકડી પર અકસ્માતનો ભય હોવાની રજુઆત સાથે આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ ભરૂચના ગોલ્ડન બ્રીજની સમાંતર નવો નર્મદા બ્રીજ તૈયાર થઇ રહયો છે. આ બ્રીજના છેડાથી કોલેજ તરફના રોડ ઉપર ઓવર બ્રીજ બનાવવામાં આવી રહયો છે.
જેનો એક છેડો કોલેજના ગેટ પાસે જ પુરો થાય છે. બ્રીજ ચાલુ તથા પુર ઝડપે વાહનો આ બ્રીજ પરથી ઉતરશે તેના કારણે ત્યાં કોલેજના વિદ્યાર્થીઓને અકસ્માત થવાની સંભાવનો ઘણી છે. રેલ્વે ઉપરના ભોલાવ ઓવરબ્રીજનો છેડો પણ રેસ્ટહાઉસ પાસે પુરો થાય છે. જેના કારણે ત્યાં પણ ટ્રાફિક જામ થવા ઉપરાંત અકસ્માતનો ભય રહે છે. શકયતાઓને ધ્યાને લઇ ગોલ્ડન બ્રીજથી શરૂ થયેલા ઓવર બ્રીજને ભોલાવ રેસ્ટહાઉસ સુધી લબાવવાની માંગ કોંગ્રેસે કરી છે.
આ ઉપરાંત દહેજ બાયપાસ રોડ ઉપર સતત મોટા અને ભારદારી વાહનોની અવરજવર રહે છે. બાયપાસ રોડ પર આવેલ શ્રવણ ચોકડીની આસપાસ રહેણાંક વિસ્તાર હોવા ઉપરાંત ઘણી સ્કૂલો આવેલી છે. જેને લઇ શ્રવણ ચોકડીની આસપાસના વિસ્તારમાં અનેક અકસ્માતો થતા રહે છે. શ્રવણ ચોકડી પર અકસ્માતો ન થાય તે માટે ત્યાં ઓવર બ્રીજ બનાવવો જરૂરી છે તેમ જણાવી ઓવર બ્રીજ બનાવવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. સરકાર દ્વારા ૧૦ દિવસમાં જા આ બાબતે હકારાત્મક અભિગમ અપનાવવામાં નહિં આવે તો પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી પણ કોંગ્રેસે આવેદનમાં ઉચ્ચારી છે.