/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-10.jpg)
જાદુ બતાવી ભોળા આદિવાસીઓને ભરમાવી ધર્માંતરણ કરાતું હોવાની ફરીયાદ
વડોદરામાં લવજેહાદનો ભોગ બનેલ પ્રાચીના હત્યારા અને તેના મળતીયાઓ સામે તપાસ કરી સજા આપવાની માંગ
ભરૂચ હિન્દુ જાગરણ મંચે વાલિયા તાલુકાના ગુંદિયા ગામે ખ્રિસ્તી ધર્મના પ્રચારકો જાદુ બતાવી ખોટી રીતે ભરમાવી ભોળા આદિવાસીઓનું ઘર્માંતરણ કરાવતા હોવાની ફરીયાદ તેમજ વડોદરામાં તાજેતરમાં બનેલ લવજેહાદના કેસમાં કસુરવારોને સજાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.
હિન્દુ જાગરણ મંચ ભરૂચના આગેવાનોએ જિલ્લા કલેકટરને આપેલ આવેદનમાં જણાવ્યા મુજબ વાલિયા તાલુકાના ગુંદિયા ગામે રહેતા ફકિરભાઇ ચૌધરી અવારનવાર ખ્રિસ્તી ધર્મના પ્રચારકોને બોલાવી ધર્માંતરણ કરાવે છે.૨૧ એપ્રીલ્ના રોજ ખ્રિસ્તી ધર્મના પ્રચારકોએ એક કાર્યક્રમ કર્યો હતો. જેમાં મંચ પરથી જાદુ બતાવી બિમારી દૂર કરવા,ખોડખાંપણ દૂર કરવા સહિત સાજા કરવાના દાવા કરી આદિવાસીઓને ધ્ર્માંતરણ કરાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ આવેદનમાં કર્યો છે.સાથે ખ્રિસ્તી સમાજ દ્વારા તંત્રની મંજૂરી વિના કોઇ ધર્મસભા કે જાહેર કાર્યક્રમ ન કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.સાથે સાથે તેમણે આપેલ બીજા આવેદનમાં વડોદરા ખાતે લવજેહાદનો ભોગ બનેલ પ્રાચી મૌર્યના હત્યારા વસીમ મલેક તથા તેના સાગરીતો સામે ઘનિષ્ટ તપાસ કરી સજા આપવાની માંગ કરી હતી.