ડો.રવિસાગર પટેલ દ્વારા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે “બ્લ્યુ બેબી સિન્ડ્રોમ”નું કરાયું સફળ ઓપરેશન.

વિનોદ સુથાર નામના બાળકનો જન્મ અતિગંભીર હૃદયરોગની બિમારી સાથે થયો હતો. જેની ઉમર હાલમાં ૪ વર્ષની છે. તેને હૃદયમાં કાણું, સાંકળી થઇ ગયેલી ફેફસાની નળીઓ,એઓર્ટની અવરોધરૂપ વ્યવસ્થા, એઓર્ટ અને પલ્મોનરી આર્ટરી વચ્ચેનો અવરોધરૂપ સંચાર આમ ૪ પ્રકારની જીવને જોખમરૂપ એવી હૃદયની સમસ્યાઓ હતી.

બાળક દર્દી અતિગંભીર હૃદયની બીમારીઓ સાથે જ જન્મ્યો હતો. ૬ મહિના પછી આ સમસ્યા વધી ગઈ હતી. ત્યારપછી દર્દીની ચામડીનો રંગ પણ ભૂરો પડી ગયો હતો. તથા બાળક રમી,ચાલી કે દોડી શકતું ન હતું. તેનો શારીરિક વિકાસ પણ અટકી ગયો હતો. ૪ વર્ષની ઉંમરે પણ તેનું વજન ફક્ત ૧૦ કિલો જ હતું. સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇનિસ્ટ્રીટયુડની નિષ્ણાંત તબીબોની ટિમ ડો.રવિસાગર પટેલ ,ડો.રાજીવ ખરવર અને ડો.વિકેશ રેવડીવાલાએ આ બાબતને એક પડકાર તરીકે સ્વીકારી અને બાળકને હૃદયરોગના ઓપરેશન માટે દાખલ કર્યું હતું. આટલા નાના અને ફક્ત ૧૦ કીલો વજનના બાળકનું ઓપરેશન ડો.રવિસાગર પટેલ, કાર્ડીયોથોરાસિક સર્જન સરદાર પટેલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું. ઓપરેશન બાદ આઈ.સી.યુ માં બાળકની કાળજી ડો.વિકેશ રેવડીવાલા દ્વારા લેવામા આવી. ઓપરેશનને ખુબજ સારી રીતે પાર પાડવામાં આવ્યું અને બાળકને ૭ દિવસ બાદ હોસ્પિટલમાં રાખ્યા બાદ સ્વસ્થ કરી રજા આપવામાં આવી.

બાળક અને તેના માતાપિતા આ સારવાર પછી ખુબજ ખુશ છે .

ઉલેલ્ખનીય છે કે ભરૂચ જિલ્લામાં ફક્ત ૧૦ કિલો વજન ધરાવતા બાળક પર આ પ્રકારનું ઓપરેશન સૌપ્રથમવાર કરવામાં આવ્યું છે. પહેલા દર્દીઓ એ આ પ્રકારના ઓપરેશન માટે અમદાવાદની યુ એન મેહતા હોસ્પિટલમાં જવું પડતું હતું . પરંતુ હવે આવી જટીલ સર્જરીઓ પણ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્ટીટ્યુટ ના હૃદયરોગ નિષ્ણાંતોની ટિમ થી શક્ય બન્યું છે. આ પ્રકારની ઓપરેશન માં યોજના અને આયુષ્માન યોજનાના લાભાર્થીઓને નિ:શુલ્ક કરી આપવામાં આવે છે .

LEAVE A REPLY