Connect Gujarat
ગુજરાત

ભરૂચ મકતમપુર પાણીની ટાંકી બની જર્જરીત, મોટી હોનારતની સર્જાવાની રાહ જોતી પાલિકા

ભરૂચ મકતમપુર પાણીની ટાંકી બની જર્જરીત, મોટી હોનારતની સર્જાવાની રાહ જોતી પાલિકા
X

ભરૂચ શહેરનું સિમાકન વધતા હવે મકતમપુર ગામને પણ પાલિકાની હદમાં સમાવી લેવાયું છે. ત્યારે ત્યાં વસવાટ કરતી પ્રજાની સુખાકારી પણ ભરૂચ નગર પાલિકાની એક જવાબદારી બને છે. મકતમપુર ખાતે આવેલ ભરૂચ નગર પાલિકા દ્વારા વાજપાઇ નગર વિકાસ યોજના અંતર્ગત વારિગૃહ અત્યંત બિસ્માર હાલતમાં તેના અંતિમ શ્વાસ લેતું દેખાતા સ્થાનિકોમાં મોટી હોનારત સર્જાવાની ભિતી વધવા પામી છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="100644,100645,100646,100647,100648,100649,100650,100651,100652,100653"]

સ્થાનિકોના કહેવા મુજબ પાલિકામાં સમાવેશ સમયે પાલિકા દ્વારા તમને તમામ સુવિધાઓ મળશેની ખાતરી પણ ઉચ્ચારાઇ હતી. પરંતુ માત્ર ટેક્ષ વસુલી કરતી પાલિકાના સત્તાધોશો આ જર્જરીત બનેલ પાણીની ટાંકી પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યા છે. તેમના દ્વારા આ ટાંકીની કોઇ પણ દરકાર ન રખાતા આજે આ ટાંકી તેના અંતિમ શ્વાશ લેતી નજરે પડી રહી છે. જો આ ટાંકી ધરાસાયી બને તો મકતમપુર ગામ આખાને તરસે મરવાનો વારો આવવા સાથે જાનમાલનું નુકશાન વેઠવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. માટે વિકાસ કર્યાની ગુલબાંગો હાંકવાના સ્થાને પાલિકા દ્વારા સત્વરે આ જર્જરીત બનેલ પાણીની ટાંકીનું સમારકામ હાથધરાય અથવા તો તેના વિકલ્પ રૂપે નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story