ભરૂચ: મજૂરી કામના ઓથા હેઠળ બે સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો

New Update
ભરૂચ: મજૂરી કામના ઓથા હેઠળ બે સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો

આરોપીની ચુંગાલમાંથી ૧૬ વર્ષીય સગીરા ભાગી છુટતા સમગ્ર મામલો ઉકેલાયો

પોલીસે આરોપીના ૩ દિવસીય રિમાંડ મેળવ્યા

અન્ય ૪ વર્ષીય સગીરાને પણ પોલીસે શોધી હેમખેમ પરત લાવી

ગત.તા.૨જીના રોજ ભરૂચના ભોલાવ ગામેથી કન્સ્ટ્રકશન કામના મજૂરોના મુકાદમ દ્વારા મજૂરી આપવાના બહાને અન્ય સાઇડ ઉપર લઇ જવાનું કહી બે સગીરાઓનું અપહરણ કરી ભાગી છુટવાની ઘટના ભરૂચ સી.ડિવીઝન પોલીસ મથકે નોંધાવા પામી હતી.

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ એક કંન્ટ્રકશન સાઇટ ઉપર મજૂરી કામ કરી પેટીયુ રળતા દંપત્તીની બે સગીર પુત્રીઓને તેમના મુકાદમ કાંતી મંગળ રાઠોડ (રહે.અરવલ્લી)દ્વારા વડોદરા તરફની અન્ય સાઇડ ઉપર મજૂરી કામે લઈ જવાનું કહી તેના માતા-પિતાના વાલીપણામાંથી અપહરણ કરી ભાગી છુટ્યો હતો. પોતાની બંન્નેવ સગીર પુત્રીઓ મોડી રાત સુધી ઘરે પરત ના આવતા સગીરાઓના મા-બાપે પોતાની પુત્રીઓને મજૂરી કામના ઓથા હેઠળ મુકાદમ લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે પોલીસે બનાવની ગંભીરતા સમજી આરોપી મુકાદમ કાંતી રાઠોડ વિરૂધ પોસ્કોનો અને અપહરણનો ગુનો નોંધી પોલીસે એલ.સી.બી સહિતની અલગ અલગ ટીમ બનાવી સગીરાઓ અને આરોપી શોધ આરંભી હતી.

પોલીસના જણાવ્યાનુસર આરોપી કાંતીએ બંન્નેવ સગીરાઓના પરિવારને મજૂરી કામની લલચ આપી વડોદરા લઈ ગયા બાદ પરિવારની નજર ચુકવી બંન્નેવ સગીરાઓને અલગ રીક્ષા અને ત્યાર બાદ બસમાં ભરૂચ લાવવાના બહાને ચઢાવી હતી. બાદમાં ૧૬ વર્ષીય સગીરાએ ભરૂચ કેટલા દુરની પુછપરછ કરતા લોકોએ તે ખોટી બસમાં બેસી ગઈ હોવાનું જણાવી તેને સુરત આવતી બસમાં કન્ડકટરને ભરઉચ્ચ છોડવા કહી બેસાડતા તેની ભરૂચ પરત આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.હાલમાં પોલીસે આરોપીની અટકાયત કરી બીજી સગીરાની પણ ભાળ માલી ગઈ હોવાનું અને પોલીસ તેણીને સલામત રીતે પરત લાવવા નીકળી હોવાનું જણાવી આરોપીના 3 દિવસના રિમાન્ડની માગ કરી હોવાનું પણ જણાવ્યું હતું.

Latest Stories