/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/03213406/2-1.jpg)
પટેલ વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ દ્વારા નવ નિર્મિત "MHP એકેડેમિક ઓડિટોરિયમ" અને "યુનાની આર્યુવેદીક અને કોસ્મેટિક" ડિપાર્ટમેન્ટ નું ઉદ્ઘાટન આજરોજ ડેન્ટલ કોલેજ પર કરવામાં આવ્યું હતું.
ભરૂચ
પટેલ વેલ્ફેર હોસ્પિટલ હંમેશાં આરોગ્ય અને અભ્યાસના માટે અગ્રણી રહી છે. ભરૂચને
રોજ કંઈક નવો પ્રોજેક્ટ બનાવી એપછી આરોગ્યનો હોય કે શિક્ષણના ક્ષેત્રે હોય ભરૂચની
જનતાને સારું નિદાન મળે બાળકોને સારો અભ્યાસ મળે તેની હંમેશાં સગવડ ઉભી કરવામાં
પ્રેસિડન્ટ સલીમભાઇ અને એમની ટીમે ચિંતા કરી છે અને તેના માટે અથાગ પરિશ્રમ કર્યા
છે.
તેમાં
એક નવું પીછું ઉમેરી ભરૂચની ભાગ્ય સારી જનતાને એક નવું નઝરાણા રૂપી ઓડિટોરિયમ, આર્યુર્વેદિક અનેકોસ્મેટિક
ડિપાર્ટમેન્ટ આજે લોકોનાં માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. ભરૂચની જનતાનો એક એક
વ્યક્તિ,સ્ટુડન્ટ સારી રીતે અંગ્રેજી બોલી શકે
વાંચી શકે એના થી ફાયદો મેળવે તેવી સુવિધા ઉભી કરવા માટે ભરૂચ હોસ્પિટલ પ્રેસિડન્ટ
સલીમભાઇ અને એમની ટીમે આશરે 22 લાખ રૂપિયાનો ખર્ચ કરી અદ્યતન
સુવિધાવાળુ ઓડિટોરિયમ બનાવ્યું હતું.
હોસ્પિટલના
પ્રેસિડન્ટ સલીમભાઇએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશના એક એક ખૂણામાં
બેઠેલા દાનવીરોના પ્રતાપે આજે આ પ્રોજેક્ટ હું ભરૂચ જિલ્લાની પ્રજાને આપી રહ્યો
છું દાનવીરો પ્રત્યે ભાર મુકતા કહ્યું કે આ સંસ્થા દાનવીરથી ચાલે છે. જો દાનવીરો
ના હોય તો આ સંસ્થામાં કોઈ નવો પ્રોજેક્ટ પર ના હોય. દરેક દાનવીરોનો આભાર વ્યક્ત
કર્યો હતો.આ સંસ્થા અભ્યાસ પાછળ પણ એટલુંજ મહત્વ આપે છે.
આ
પ્રોજેક્ટ પાછળ રાત દિવસ મહેનત કરતા આર્કિટેક, પોતાની ટીમ અને દાનવીરો, શુભેચ્છકોનો ખૂબ આભાર વ્યક્ત કર્યો
હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદેશથી આવેલા મહેમાનો, આગેવાનો, સ્કૂલના બાળકો, ટીચરો ભરૂચ તાલુકાના છેવાડાના
ગામોમાંથી પધારેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં
સહભાગી બન્યા હતા.