ભાજપના નારાજ MLAની બંધ બારણે બેઠક, મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને આપી ચીમકી

New Update
ભાજપના નારાજ MLAની બંધ બારણે બેઠક, મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને આપી ચીમકી

ધારાસભ્યોની નારાજગી પક્ષ સામે નહીં, પણ અધિકારીઓ સામે છે. : ડે.સી.એમ. નીતીન પટેલ

ગુજરાતમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર બન્યા બાદ પહેલીવાર ત્રણ ધારાસભ્યોએ પોતાનો બળાપો ઠાલવ્યો છે. ભાજપના ત્રણ ધારાસભ્યોમાં વડોદરાની માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈનામદાર અને જિલ્લાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બંધબારણે બેઠક યોજી હતી. જે બાદ તેમણે પોતાની નારાજગી ઠાલવી હતી. ત્યારે આ નારાજગી અંગે મધુ શ્રીવાસ્તવે નિવેદન આપી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ચીમકી આપતા કહ્યું હતું કે, અમે ત્રણેયે ધારાસભ્યોએ ઝુંબેશ ઉપાડી છે કે ગુજરાતમાં બેઠેલા મોટા અધિકારીઓ જેઓ ધારે તેવા નિર્ણયો લઈ શકે છે. સારા કામ માટે પણ આનાકાની અને ધક્કા ખવડાવે. ત્યારે આવા અધિકારીઓની વિરોધમાં અમારી ઝુંબેશ કરી છે. આવા અધિકારીઓને અમે હટાવીને જ રહીશું. અધિકારીઓ માત્ર અમને જ નહિં પણ લોકોને પણ ધક્કા ન ખવડાવે. અમને આવા તમામ ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડીને રહીશું. અમે પ્રજાને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના જ છીએ. અમે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પણ આ બાબતે મુલાકાત કરીશું. હવે અધિકારીઓને કામ કરતા શીખવાડવું પડશે.

Latest Stories