Top
Connect Gujarat

ભારતીય ક્રિકેટ ટીમનાં સુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્ન ગ્રંથીથી જોડાયા

ભારતીય ક્રિકેટ ટીમનાં સુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્ન ગ્રંથીથી જોડાયા
X

ભારતીય ક્રિકેટ ટીમનાં સુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અગ્નીની સાક્ષીએ લગ્ન ગ્રંથી થી જોડાયા છે.બંનેએ ટ્વીટર પર પોતાની નવી ઇનિંગની જાહેરાત કરી છે. મિલાનના એક ભવ્ય રિસોર્ટમાં નજીકનાં પરિજનો અને મિત્રોની હાજરીમાં બંનેએ લગ્ન કરી લીધા છે.

વિરાટે ટ્વીટર પર લગ્નની પુષ્ટિ કરતા લખ્યું છે, TWEET - આજે અમે એક-મેકના પ્રેમમાં જન્મોજન્મ બંધાવા માટે વચન આપ્યું છે. આ સમાચાર તમારી સાથે શેર કરતા આનંદિત છીએ.

આ સુંદર દિવસને અમારા પરિવારનાં સમર્થનથી ચાહકો અને શુભેચ્છકોએ ખાસ બનાવ્યો છે. અમારા જીવન પ્રવાસનો મહત્વનો ભાગ બનવા બદલ આપ વિરાટે સૌનૌ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સચિન તેંડુલકર, શાહરૂખ ખાન સહિતનાં જૂજ બોલીવુડ સેલિબ્રિટી હાજર રહ્યા હતા.

Next Story
Share it