Connect Gujarat
ગુજરાત

ભારતીય સેના સામે ચીને ડોકલામમાં પીછેહટ કરવી પડી : સીએમ વિજય રૂપાણી

ભારતીય સેના સામે ચીને ડોકલામમાં પીછેહટ કરવી પડી : સીએમ વિજય રૂપાણી
X

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીનાં હસ્તે વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

મુખ્યપ્રધાન સાથે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન જયદ્રથસિંહ પરમાર પણ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 144 કોલેજોનાં 35324 વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણમાં આવ્યા હતા.

સીએમ રૃપાણીનાં હસ્તે યુનિવર્સિટીનાં સાયન્સ ભવનના નવા ભવનનું ખાતમુહુર્ત, રૂફ ટોપ સોલાર પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને અન્ડરગ્રાઉન્ડ વોટર સંપ અને ઓવરહેડ વોટર ટેન્કનું લોકાર્પણ તેમજ બોયસ અને ગર્લ્સ હોસ્ટેલના ડાયનીંગ હોલના ડીઝીટલ પદ્ઘતિ થી ઉદ્દઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ઉત્તર ગુજરાત પૂર રાહત માટે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજો દ્વારા 11 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ભારતીય સેનાનાં શૌર્ય સામે ચીને ડોકલામમાં પીછેહઠ કરવાનો વારો આવ્યો છે,જેનો શ્રેય ભારતીય સેના અને દેશની જનતા તેમજ મોદી સરકારને આપ્યો હતો.

Next Story