ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી -20 મેચ 

New Update
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી -20 મેચ 

સાઉથ આફ્રિકા પ્રવાસમાં ટેસ્ટ શ્રેણીની હાર બાદ ભારતે વન ડે શ્રેણીમાં 5-1 થી ભવ્ય વિજય મેળવ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાની નજર બીજી ટી-20ની સાથે શ્રેણી જીતવા તરફ છે. જો ભારત આ મેચમાં વિજય મેળવી લેશે તો ત્રણ ટી-20ની શ્રેણીમાં પ્રવાસી ટીમને 2-0 થી વિજયી સરસાઈ મળશે. જ્યારે સાઉથ આફ્રિકાને શ્રેણીની હાર થી બચવા માટે આજની મેચમાં જીતવું જ પડે તેમ છે.

ડુ પ્લેસીસ, ડી કોક અને ડી વિલિયર્સ જેવા ત્રણ દિગ્ગજ બેટ્સમેનોની ગેરહાજરી સાઉથ આફ્રિકાની ટીમને ભારે પડી રહી છે. સેન્ચુરીયનમાં ભારતીય સમય પ્રમાણે રાત્રે 9:30 થી ટી-20નો પ્રારંભ થશે. ભારતે જોહનીસબર્ગમાં રમાયેલી પ્રથમ ટી-20માં 28 રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો.

સાઉથ આફ્રિકાનાં કેપ્ટન ડયુમિની પર ટીમને શ્રેણીની હારથી બચાવવાનું દબાણ છે. પ્રથમ ટી-20માં તેમના બોલરો અને ફિલ્ડરોના કંગાળ દેખાવનો લાભ ભારતે ઉઠાવ્યો હતો. હવે તેઓ વધુ સારી તૈયારી સાથે મેદાન પર ઉતરશે.