ભારત એફ-16 યુધ્ધ વિમાનો બનાવશે

New Update
ભારત એફ-16 યુધ્ધ વિમાનો બનાવશે

ભારતના ટાટા જૂથ અને અમેરિકાની એરોસ્પેસ જાયન્ટ કંપની લોકહીડ માર્ટીન વચ્ચે એક અભૂતપૂર્વ કરાર થયો છે, જેમાં આ બંને કંપનીઓ લડાયક ક્ષમતા માટે જાણીતા એવા એફ-16 ફાઈટર જેટ વિમાનોનું સંયુક્તપણે ભારતમાં જ નિર્માણ કરશે.

આ કરાર હેઠળ લોકહીડ માર્ટીન કંપની તેનો ફોર્ટ વર્થ ટેક્સાસ ખાતેનો પ્લાન્ટ ભારત ખસેડશે, જો કે એમાં એ બાબતનું ધ્યાન રાખવામાં આવશે કે કોઈ એમરિકનની નોકરી જાય નહીં કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકા ફર્સ્ટ અભિયાનનું પણ આ કંપની ધ્યાન રાખવા માંગે છે.

પેરીસ એર શો દરમિયાન ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમીટેડ અને લોકહીડ માર્ટીન વચ્ચે થયેલ આ કરાર ભારતીય હવાઈ દળની સિંગલ એન્જીન ફાઈટરની જરૂરિયાતોને પણ અનુરૂપ છે, બંને કંપનીઓના અધિકારીઓ વચ્ચે આ કરાર થયો ત્યારે ટાટા જૂથના મોભી રત્ન ટાટા પણ હાજર હતા,આ કરાર પીએમ મોદીની એમરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રથમ શિખર પરિષદ યોજાય તેના એક સપ્તાહ પહેલા થયો છે,આ કરાર મોદીના મેક ઈન ઇન્ડિયાને પ્રોત્સાહન આપનારો છે.

Latest Stories