વિશ્વના અન્ય દેશોની જેમ ભારતે પણ ઈથોપિયન એરલાઈન્સની વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને મંગળવારે રાત્રે બોઈંગ ૭૩૭ મ્ક્સ-૮ વિમાન પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવ્યો છે. ભારતમાં આ પ્રતિબંધની સીધી અસર સ્પાઈસ જેટ અને જેટ એરવેઝ પર પડી છે. સ્પાઈસ જેટ પાસે આવા લગભગ ૧૨, અને જેટ એરવેઝ પાસે પાંચ વિમાન પડ્યા છે.

છ મહિનામાં જ બોઈંગ ૭૩૭ મેક્સ-૮ના બે વિમાનો તૂટી પડવાની ઘટનાઓને પગલે ભારત સહિત અનેક દેશોએ આ વિમાનના વપરાશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. હાલમાં ઈથોપિયામાં બોઈંગ ૭૩૭ મેક્સ વિમાન ક્રેશ થતાં અનેક  દેશો ચોંકી ઉઠ્યાં હતા. નોર્વે, આર્જેન્ટિના, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ અને મેક્સિકોએ ચીનની જેમ આ વિમાન પર પ્રતિબંધ મૂક્યા પછી ભારત, બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ પણ આ વિમાન પર પ્રતિબંધ મૂક્યો છે.

હાલમાં ભારતે આ વિમાનો અંગે સાવધાની દાખવવાનું શરૂ કર્યુ હતું. ડીજીસીએ દ્વારા બોઈંગ ૭૩૭ મેક્સ-૮ વિમાનને લઈને નવી ગાઈડ લાઈન જારી કરી દેવાઈ હતી. તેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે હવે આ વિમાન ઉડાવનાર પાઈલટને ઓછામાં ઓછો ૧૦૦૦ કલાકના ઉડ્ડયનનો અનુભવ હોવો જરૂરી છે. જેના પછી હવે DGCA દ્વારા ભારતમાં પણ બોઇંગ મેક્સ-8 વિમાનો વાપરી શકાશે નહીં.

 

LEAVE A REPLY