Connect Gujarat
ગુજરાત

ભાવનગર : મોટર વ્હીલક એકટના કાયદા બાદ માર્કા વિનાના હેલમેટનું ધુમ વેચાણ

ભાવનગર : મોટર વ્હીલક એકટના કાયદા બાદ માર્કા વિનાના હેલમેટનું ધુમ વેચાણ
X

ગુનાખોરી અને વધતા જતા અકસ્માત બાબતે ગંભીરતા દાખવતા કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મોટર વ્હીકલ એક્ટના અધિનિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં કાયદાનો ભંગ કરનાર પર દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. નવા કાયદા બાદ રાજયમાં ઠેર ઠેર હેલમેટનું વેચાણ થઇ રહયું છે પણ માર્કા વિનાના હેલમેટ ખરેખર સુરક્ષિત છે ખરા?

કેન્દ્ર સરકાર દ્વારા ગત મહિને વ્હીકલ એક્ટમાં અધિનિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હેલ્મેટના કાયદાને વધુ કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારથી રાજ્યમાં હેલ્મેટ જાહેર રસ્તાઓ પર કોડિયાની જેમ વેચાતા જોવા મળે છે. પરંતુ આ હેલ્મેટ ISI માર્કા કે સારી ગુણવત્તાવાળા છે કે કેમ, તે કોઈ પણ વાહનચાલક તપાસ્યા વગર દંડથી બચવા માટે ખરીદી કરતાં હોય તેમ જણાઈ આવે છે.ભાવનગરની વાત કરીએ તો, હેલ્મેટ નામ પણ સાંભળવા ન હતુ મળતું ત્યારે આજે શહેરના દર કિલોમીટરે હેલ્મેટ વેચતા ફેરીયાઓ જોવા મળે છે. કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એક્ટના નિયમોમાં હેલ્મેટની ગુણવત્તાની વાતને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં ISI માર્કાવાળું હેલ્મેટ પહેરવા માટે સરકાર અને અધિકારીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે, ત્યારે ભાવનગર શહેરમાં જે ફેરીયાઓ દ્વારા હેલ્મેટ વેચવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી તેની ખાતરી કોઇ પણ અધિકારી અથવા તો જેતે જવાબદાર ખાતાએ કરેલ નથી. આવો જાણીએ ભાવનગરના વાહનચાલકો શું કહે છે.

Next Story