New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/22200220/3-10.jpg)
કચ્છના ભુજ તાલુકાના માધાપર ગામમાં યુવકના ત્રાસથી કંટાળીને સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર ફેલાઈ છે. યુવક અવારનવાર સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો.આ અંગેની વિગતો મુજબ,માધાપર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીને ભુજના આરોપી નરેન્દ્રસિંહ રવાજી જાડેજાએ સગીર વયની દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
આરોપી નરેન્દ્ર સગીરાને ફરવા લઈ જતો હતો. સગીરાએ તેની સાથે ફરવાની ના પાડતા આરોપીએ ફોટા વાયરલ
કરવાની ધમકી આપી પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવકના ત્રાસથી કંટાળી સગીરાએ
ગળેફાંસો ખાઈ આપઘાત કરી મોતને વ્હાલું કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ
છે. સાથે
આરોપી સામે ફિટકાર વરસ્યો છે. ભુજ બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.