ભુજ: માનસિક અસ્વસ્થ હાલતમાં મળેલ 20 મસ્તરામો દિવાળીનું પર્વ મનાવશે તેમનાં પરિવારજનો સાથે

માનવજ્યોત સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમ, પાલારામાં આશ્રય મેળવનારાં 20 મસ્તરામોને વિદાય અપાઈ ત્યારે આ મસ્તરામો પણ ખુશખુશાલ બની ગયાં હતા. તમામને મહારાષ્ટ્રના કર્જતમાં કાર્યરત શ્રધ્ધા ફાઉન્ડેશન ખાતે મોકલી અપાયાં છે.
અહીંથી આ સંસ્થા તમામને તેમના વતનમાં પરિવારજનો પાસે મોકલી આપશે. આ માનસિક દિવ્યાંગો ભુજમાં છેલ્લાં અઢી વર્ષ દરમિયાન અલગ અલગ સમયે રખડતી-ભટકતી હાલતમાં મળી આવ્યાં હતા. તેમને અહીં આશરો આપી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલના ડૉક્ટર મહેશ ટીલવાણીની મદદથી તેમની સારવાર કરાવી સ્વસ્થ બનાવાયાં હતા આ માનસિક દિવ્યાંગોને વિદાય આપવા સંસ્થામાં યોજાયેલાં કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ બી.એન.પટેલ, ગુજરાત રાજપુત યુવા સંઘ, કચ્છ એકમના પ્રમુખ રામદેવસિંહ જાડેજા, કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા વગેરે પણ જોડાયાં હતા.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="115102,115103,115104"]
સિનિયર પેરાલીગલ વૉલન્ટિયર અને સંસ્થાના અધ્યક્ષ પ્રબોધભાઈ મુનવરે જણાવ્યું કે વીસ મસ્તરામોમાં પશ્ચિમ બંગાળના 4, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારના 3-3 તેમજ ઉત્તરપ્રદેશ, નેપાળ, ઓડિશા, તામિલનાડુ, ઝારખંડ, હરિયાણાના 1-1 રહીશનો સમાવેશ થાય છે.