/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-245.jpg)
ભૂજ શહેરમાં અનેક મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે પણ તેની દરકાર લેવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. તિથિઓ પર મહાનુભાવોને યાદ કરાય છે પણ પછી દરકાર પણ કરવામાં આવતી નથી.
ભૂજ શહેરના મહત્વના સ્થળો અને સર્કલો પર રાષ્ટ્રીય અને સ્થાનિક નેતા અને અગ્રણીઓની પ્રતિમાઓ લગાવવામાં આવી છે પરંતુ તેની દરકાર લેવાતી નથી. ગાંધીજી, સરદાર પટેલ, આંબેડકર,ચાચા નહેરુ જેવા રાષ્ટ્રીય મહાનુભાવો તો અનંત દવે, ડો.વી.એચ.પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા સહિતના સ્થાનિક અગ્રણીઓની પ્રતિમાઓ સર્કલ પર આવેલી છે.
મહાનુભાવોની જન્મતિથિ કે પુણ્યતિથિ હોય ત્યારે જ તેમને યાદ કરવામાં આવે છે.પાલિકાના સત્તાધીશો તિથિના દિવસે હારારોપણ કરી ફોટોસેશન કરી નીકળી જાય છે.ફુલહાર અપર્ણ કર્યા બાદ તેને નીકળવાની તસ્દી પણ લેવાતી નથી. માત્ર ફોટા પડાવવાની કામગીરી કરીને સંતોષ માની લેવામાં આવે છે. અગાઉ દરરોજ પ્રતિમાની સફાઈ કરી ફુલહાર ચડાવવામાં આવશે તેવું જણાવાયું હતું પરંતુ પ્રતિમાઓ ધૂળ ખાઈ રહી છે. ત્યારે પાલિકાના શાસકો અને અધિકારીઓની નીતિ સામે સવાલો ઉભા થયા છે.