Connect Gujarat
ગુજરાત

મક્કમ મનોબળ સાથે જન્મજાત નબળા અસ્થિનો દર્દી આપી રહ્યો છે ધોરણ ૪ માં પ્રવેશ લેવા ધોરણ ૩ની પરિક્ષા

મક્કમ મનોબળ સાથે જન્મજાત નબળા અસ્થિનો દર્દી આપી રહ્યો છે ધોરણ ૪ માં પ્રવેશ લેવા ધોરણ ૩ની પરિક્ષા
X

કીમ એજ્યુકેશન સોસાયટીની પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ પ્રાથમિક શાળામાં ધોરણ ૪ માં પ્રવેશ લેવા માટે ધોરણ 3ની પરીક્ષા આપી રહ્યો છે પ્રિન્સકુમાર દિલીપભાઈ મંત્રી.

ચિરંજીવી પ્રિન્સ જન્મજાત નબળા અસ્થિનો દર્દી છે. એના હાડકા એટલા નબળા છે કે જરાક ઠોકર લાગે અને ભાંગે. પ્રિન્સના પગના અને હાથના હાડકા ચપટા થઈ ગયા છે. પરંતુ એનું મન અને હૃદય સાબૂત છે અને સક્રિય છે. સ્કૂલમાં ગયા વગર જ ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસક્રમ ઘરેજ એની માતાના સહયોગથી સરસ રીતે પૂર્ણ કર્યો છે. હવે પ્રિન્સ ચોથા ધોરણથી રેગ્યુલર વિદ્યાર્થી તરીકે ભણવા માંગે છે. એટલે ધોરણ 3ની પરીક્ષા આપી રહ્યો છે.

આચાર્ય મંગળાબેનની ઓફિસમાં જ શેટી પર સૂતો સૂતો પ્રિન્સ બધી રીતે સ્વસ્થ વિદ્યાર્થીઓને શરમાવે એવી તેજસ્વીતા સાથે પેપર લખી રહ્યો છે. દરરોજ એક પેપરની પરીક્ષા આપતો પ્રિન્સ અપાઇ ચુકેલી પરીક્ષામાં એ વન ગ્રેડ માં આવી રહ્યો છે. આજે ૩૦મી ઓગસ્ટે કીમ એજ્યુકેશન સોસાયટીમાં પધારેલા કેળવણીકાર વિજયભાઈ સેવક પણ પ્રિન્સ દિલીપભાઈ મંત્રીની તેજસ્વિતા થી પ્રભાવિત થયા હતા.

Next Story