Connect Gujarat
ગુજરાત

મગફળી કૌભાંડમાં કોંગ્રેસી નેતાના નામ ખુલતાં કોંગ્રેસ અકળાઇ ગઇ છેઃ ફળદુ

મગફળી કૌભાંડમાં કોંગ્રેસી નેતાના નામ ખુલતાં કોંગ્રેસ અકળાઇ ગઇ છેઃ ફળદુ
X

આર.સી. ફળદુએ કહ્યું, ધાનાણીએ મારી વ્યક્તિગત આબરૂ પર હાથ નાંખ્યો છે, સાબિત કરે નહીં તો કાયદેસરની કાર્યવાહી

સમગ્ર રાજ્ય અને દેશમાં ગાજેલા મગફળી કૌભાંડને લઇને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કૃષિમંત્રી પર કરેલા આક્ષેપોને લઇને આજે રાજકોટમાં આરસી ફળદુએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પરેશ ધાનાણીએ મારી વ્યક્તિગત આબરૂ પર હાથ નાંખ્યો છે, સાબિત કરે નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તો ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસ અને ભાજપના બંન્નેના નામ ખુલ્યા છે. કોંગ્રેસના નામ ખુલતાં જ કોંગ્રેસ અકળાઇ ઉઠી છે. ચીમન શાપરીયા પર વિપક્ષી નેતાએ આક્ષેપો કર્યા હતા. નાફેડ દ્વારા ઓઇલ મિલરોને મગફળી વેચી દેવામાં આવી છે. ધાનાણી રાજકીય લાભ મેળવવા ધરણા કરી રહ્યા છે. હરિપર સહકારી મંડિળી દ્વારા કોઇ પણ ગેરરીતિ કરવામાં આવી નથી. જો ગેરરીતિ કરવામાં આવી હોય તો સાબિતી આપે.

પરેશ ધાનાણીની ઓડિયો ક્લિપની ચકાસણી થવી જોઇએ સાચી છે કે ખોટી. ચીમન સગપરીયાએ પણ કહ્યું છે કે, સાબિત થાય તો જાહેર જીવન છોડી દઇશ બાકી પરેશ ધાનાણી છોડી દે. મગન અને વાઘજીનો ભત્રીજો રોહિત પણ કોંગ્રેસના જ માણસો છે. આવા નામ ખુલતા કોંગ્રેસ બેબાકળી બની છે.

Next Story
Share it