New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/C3ZZgScUcAEilfM.jpg)
104 દિવસ બાદ બીગ બોસ સીઝન 10માં મનવીર ગુજ્જરને વિજેતા ઘોષિત કરવામાં આવ્યો હતો જેમાં આખરી મુકાબલો મનવીર અને વિજેબા વચ્ચે થયો હતો.
હરિયાણાના વતની મનવીરનું વિજેતા તરીકે નામ જાહેર થતા તે જુમી ઉઠયો હતો અને જણાવ્યુ હતુ કે હું ખુબ જ ખુશ છું અને આ મારી દિલથી કરેલી મહેનતનું ફળ છે.
વિજેતા મનવીરને 40 લાખ રૂપિયા મળ્યા હતા જેમાંથી તેના પિતાએ 50 ટકા રકમ સલમાન ખાનની એનજીઓ બિઇંગ હ્યુમનને આપવાનું કહ્યુ હતુ.
બિગ બોસ સીઝન 10 ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ અભિનેતા રિતિક રોશન અને યામી ગૌતમ પણ હાજર રહ્યા હતા અને શો ની શોભા વધારી હતી.