Top
Connect Gujarat

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 માટે 10 ભારતીય ભાષાઓમાં સ્માર્ટ ફોનેટિક ઈન્ડિક કીબોર્ડ્સનો ઉમેરો કરવા કરી જાહેરાત

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 માટે 10 ભારતીય ભાષાઓમાં સ્માર્ટ ફોનેટિક ઈન્ડિક કીબોર્ડ્સનો ઉમેરો કરવા કરી જાહેરાત
X

ટેક્નોલોજીને વ્યક્તિગત સ્વરૂપ આપવાના અને બધાજ લોકો માટે તેને સુલભ બનાવવાના તેના પ્રયાસના ભાગ રૂપે માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 માટે તે નામે 2019 અપડેટ (19H1)માં 10 ભારતીય ભાષાઓ માટે સ્માર્ટ ફોનેટિક કિબોર્ડ્સનો ઉમેરો કરવાની જાહેરાત કરી છે.

અપડેટેડ વર્ચ્યુઅલ કિબોર્ડ વર્તણૂક પેટર્ન્સમાંથી શીખશે અને વપરાશકર્તાની પ્રાથમિક્તા મુજબ ભારતીય ભાષામાં વ્યક્તિગત સ્વરૂપે શબ્દોનું સૂચન કરશે તેમજ ટેક્સ્ટ ઈનપુટની ચોક્સાઈમાં વધારો અને સુધારો કરશે. આ કિબોર્ડ્સ સ્વાભાવિક ઉચ્ચારણો પર આધારિત હોવાથી વપરાશકારે તેને અલગથી શીખવાની જરૂર નથી અને તાત્કાલિક તેમનો ઉપયોગ સરળતા થી શરૂ કરી શકશે.

અપડેટેડ ફોનેટિક કિબોર્ડ્સ હિન્દી, બંગાળી, તમિલ, મરાઠી, પંજાબી, ગુજરાતી, ઓડિયા, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં ઉપલબ્ધ છે, જે કમ્પ્યુટિંગની ભાષાને ભારતમાં વધુ સમાવેશક અને પ્રાદેશિક સ્તરની બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. આ કિબોર્ડ્સ હવે ભારતીય વપરાશકારોને તેમની પ્રાદેશિક/પસંદગીની ભાષામાં કામ કરવા સક્ષમ બનાવશે. હવે તેમણે અગાઉની જેમ કસ્ટમાઈઝડ ઈન્ડિક હાર્ડવેર કિબોર્ડ્સ અથવા સ્ટીકર્સ ખરીદવાની જરૂર નહીં પડે.

આનાથી વપરાશકર્તાઓ માટે વર્તમાન કિબોર્ડ્સનો ઉપયોગ કરીને ટ્રાન્સલિટરેટેડ ઈન્ડિક ટેક્સ્ટ ઈનપુટ કરવું સરળ બનશે, જે પરંપરાગત રૂપે તેમના પર લેટિન અક્ષરો પર અંકિત હતા. ભાષાંતરથી વિપરિત ટ્રાન્સલિટરેશન આપ મેળે એક ભાષામાંથી બીજી ભાષામાં પરિવર્તિત થઈ જશે. ઉદાહરણ રૂપે આપણે લેટિન અક્ષરોમાં ‘ભારત’ ટાઈપ કરીશુંતો ફોનેટિક કિબોર્ડ ફાઈનલ આઉટપુટ નિશ્ચિત ભાષાના આધારે भारत(હિન્દી), ভারত (બંગાળી), ભારત (ગુજરાતી) અથવાਭਾਰਤ (પંજાબી)માં જોવા મળશે.

નવા ટૂલ્સ માત્ર કમ્પ્યુટિંગને સમાવેશક બનાવવામાં જ મદદ રૂપ નહીં થાય, પરંતુ તેઓ ભારતીય ભાષાઓમાં ટાઈપિંગની ઝડપ અને ચોક્સાઈ પણ અંદાજે 20%જેટલી વધારશે તેવી અપેક્ષા સેવાય છે. વધુમાં, તેઓ અનેક પ્રાદેશિક પ્રતિકો (ભારતીય આંકડાઓ જેવા)ને ઈનપુટ કરવા માટે સરળ બનાવે છે.

આ અપડેટ પહેલાં ઈન્ડિક વપરાશકારે કંપનીની ઈન્ડિક કમ્યુનિટી વેબસાઈટ ‘Bhashaindia.com’અથવા થર્ડ પાર્ટી ટૂલ માંથી માઈક્રોસોફ્ટ ઈન્ડિક લેન્ગ્વેજ ઈનપુટ ટૂલ (આઈએલઆઈટી) ડાઉનલોડ કરવાની જરૂર પડતી હતી. માઈક્રોસોફ્ટમાંથી (ઈન્ડિકઈનપુટ 1, ઈન્ડિકઈનપુટ 2 અનેઈન્ડિકઈનપુટ 3)એવા અનેક ટૂલ્સ ભારતીય ભાષાઓમાં ફોનેટિક ટેક્સ્ટ માટે ઉપયોગમાં લેવાય છે. નવુંઅપડેટ, જે હવે ઓપરેટિંગ સિસ્ટમમાં એકીકૃત રીતે આવશે તે ઈનપુટ મેથડએડિટર્સ (આઈએમઈસ) તરીકે ઓળખાતા કોઈપણ બાહ્યટૂલ્સને ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરવાની જરૂરિયાત દૂર કરે છે. વપરાશકારો માટે અહીં આ અપડટેના કેટલાક અન્ય લાભો પણ ઓફર કરવામાં આવ્યા છે.

1.અનેક વપરાશકારો ફોનેટિક ઈન્ડિક ટેક્સ્ટ ઈનપુટની ઉપલબ્ધતાથી માહિતગાર નથી હોતા તેથી ઓપરેટિંગ સિસ્ટમ સાથે ફોનેટિક કિબોર્ડ્સનું એકીકરણ તેમને વધુ સારું શોધવા યોગ્ય વિકલ્પ બનાવશે.

2.કોઈ અલગ ઈન્સ્ટોલેશન જરૂરી ન હોવાથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી અથવા ન હોય તેવા વિસ્તારોમાં પણ તેનો ઉપયોગ થઈ શકશે.

3.ઈન્સ્ટોલ કરાયેલા ટૂલ્સથી વિપરીત હવે વધુ કોઈ સતત અપગ્રેડેશનની જરૂર નહીં હોય, પરંતુ તે વિન્ડોઝ અપડેટ્સના ભાગરૂપ બની જશે.

* ઈન્ડિક ફોનેટિક કિબોર્ડ્સનું અપડેટિંગ અને ઉપયોગ :

અપડેટ કરાયેલા કિબોર્ડ્સ તાજેતરના વિન્ડોઝ 10 અપડેટ (19H1) સાથે આપમળે ઉપલબ્ધ થઈ જશે ત્યારે તેમની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ નહીં કરાવનારા વપરાશકારો નીચેના પગલાંને અનુસરીને લેટેસ્ટ અપડેટ મેળવી શકશે. : Settings>માં જઈ Updates & Security>માં જાવ અને Windows Update કરો. એક વખત અપડેટ ઈન્સ્ટોલ્ડ થઈ જશે એટલે તેઓ લેન્ગ્વેજ સેટિંગ્સમાં જઈને ફોનેટિક કિબોર્ડ્સ એક્ટિવેટ કરી શકશે.

નવા કિબોર્ડ્સ વિન્ડોઝ સાથે હાલમાં ઉપલબ્ધ ઈન્ડિક ઈન્સ્ક્રિપ્ટ કિબોર્ડ સાથે વધારાના છે. ભારતીય ભાષાઓનું સત્તાવાર ભારતીય કિબોર્ડ સ્ટાન્ડર્ડ ઈન્સ્ક્રિપ્ટ વિન્ડોઝ 2000 થી શરૂ થયેલી ઓપરેટિંગ સિસ્ટમના બધા જ વર્ઝન્સને સપોર્ટ કરે છે. તે તમિલ સિવાયની ઈન્ડિકભાષાઓ માટેના ડિફોલ્ટ કિબોર્ડ તરીકે રહેશે જ્યારે તમિલમાં તમિલ 99 ડિફોલ્ટ કિબોર્ડ તરીકે રહેશે.

નવા ફોનેટિક કિબોર્ડનો લેઆઉટ્સ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતી કોઈપણ યુનિકોડ સક્ષમ એપ્લિકેશન્સ અને વેબબ્રાઉઝર્સ (Edge સહિત) સાથે કામ કરી શકશે. યુનિકોડ સમગ્ર વિશ્વમાં મોટા ભાગની ભાષાઓ માટે ઉપયોગમાં લેવાતું સમાન ટેક્સ્ટ એનકોડિંગ સ્ટાન્ડર્ડ છે.

માઈક્રોસોફ્ટ અને સ્થાનિક ભાષામાં કમ્પ્યુટિંગ:માઈક્રોસોફ્ટે વર્ષ 1998 માં પ્રોજેક્ટ ભાષા શરૂ કર્યો ત્યારથી બે દાયકાથી વધુ સમયથી ભારતીય ભાષાઓમાં સ્થાનિક ભાષામાં કમ્પ્યુટિંગ સુવિધા પૂરી પાડવા માટે સતત કામ કરી રહી છે. આ રીતે તે વપરાશકર્તાને ભારતીય ભાષાના ઈનપુટ ટૂલનો ઉપયોગ કરીને સરળતાથી અને ઝડપથી લોકલાઈઝડ ટેક્સ્ટ ઇનપુટ કરવા સક્ષમ બનાવેછે. માઈક્રોસોફ્ટ હિન્દી, બંગાળી, તમિલ માટે રીયલ-ટાઈમ લેન્ગ્વેજ ટ્રાન્સલેશન સુધારવા અને તેલુગુ ઉર્દુ માટેરીયલ-ટાઈમ લેન્ગ્વેજ ટ્રાન્સલેશન પૂરું પાડવા એઆઈ અને ડીપ ન્યુરલ નેટવર્ક્સનો પણ ઉપયોગ કરે છે. માઈક્રોસોફ્ટે તેની મોટાભાગની ઈમેલ એપ્સ અને સર્વિસીસમાં અનેક ભારતીય ભાષાઓ માટે ઈમેલ એડ્રેસીસ માટે સહયોગ પૂરો પાડવાની જાહેરાત કરી છે. તેના વૈશ્વિક લોકલ લેન્ગ્વેજ પ્રોગ્રામ(એલએલપી) મારફત માઈક્રોસોફ્ટ લોકોને તેમની માતૃભાષામાં ટેક્નોલોજીની સુવિધા પૂરી પાડે છે. તેમાં હિન્દી, કન્નડ, બંગાળી, મલયાલમય સહિત અન્ય ભારતીય ભાષાઓ માટે લેન્ગ્વેજ ઈન્ટરફેસ પેક્સનો સમાવેશ થાય છે.

* માઈક્રો સોફ્ટ અંગે

માઈક્રોસોફ્ટ (નાસ્ડેક “MSFT” @microsoft) ઈન્ટેલિજન્ટ ક્લાઉડ અને ઈન્ટેલિજન્ટ એજના યુગ માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને સક્ષમ બનાવે છે. આ પૃથ્વી પર પ્રત્યેક વ્યક્તિ અને પ્રત્યેક સંસ્થાને કંઈક વધુ સિદ્ધિ હાંસલ કરવા માટે સક્ષમ બનાવવાનું તેનું મિશન છે. માઈક્રોસોફ્ટે ભારતમાં 1990 માં તેની કામગીરી શરૂ કરી હતી. આજે ભારતમાં માઈક્રોસોફ્ટના એકમોમાં 9,000 થી વધુ કર્મચારીઓ વેચાણ અને માર્કેટિંગ, રિસર્ચ અને ડેવલપમેન્ટ તથા કસ્ટમર સર્વિસ અને સપોર્ટની કામગીરીમાં કાર્યરત છે. કંપની અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, નવીદિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, હૈદારાબાદ, કોચી, કોલકાતા, મુંબઈ અને પૂણે જેવા 11 શહેરોમાં કાર્યરત છે. માઈક્રોસોફ્ટ ભારતીય સ્ટાર્ટ-અપ્સ, બિઝનેસીસ અને સરકારી સંસ્થાઓને ડિજિટલ પરીવર્તનને પ્રોત્સાહન આપવા સ્થાનિક ડેટા સેન્ટર્સમાંથી તેની વૈશ્વિક ક્લાઉડ સર્વિસીસ પૂરી પાડે છે. વર્ષ 2016માં માઈક્રોસોફ્ટે જાહેર અને ખાનગીક્ષેત્ર બંનેની સલામતીની જરૂરિયાતો પૂરી કરવા માટે દેશમાં તેના 8 સાયબર સિક્યોરિટી એન્ગેજમેન્ટસેન્ટર્સ માંથી એક શરૂ કર્યું હતું.

Next Story
Share it