New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/anil-kapoor-madhuri-dixit-ndtv_650x400_61510575130.jpg)
માધુરી દિક્ષીત અને અનિલ કપૂર ૧૮ વરસ બાદ ફરી રૃપેરી પડદે જોડી જમાવી રહ્યા છે.બન્ને કલાકાર ઇંદ્ર કુમારની એડવેન્ચર-કોમેડી ફિલ્મમાં પતિ-પત્નીના પાત્રમાં જોવા મળશે અને આ માટે તેમણે શૂટિંગ પણ શરૃ કરી દીધું છે.
ફિલ્મ ' બેટા પછી અમે ત્રણેય ૨૬ વરસ બાદ ફરી શૂટિંગ કરી રહ્યા છીએ. આ બ્લોકબસ્ટર ફિલ્મ માટે હું ઘણો ઉત્સાહિત છું. આ ફિલ્મમાં તેઓ હસબન્ડ-વાઇફની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અનિલ કપૂરનું નામ અવિનાશ છે અને તેને લોકો અવિ કહીને બોલાવે છે. આનાથી વધુ હું આ ફિલ્મ બાબત વધુ જણાવી શકું નહીં, તેમ ઇંદ્ર કુમારે જણાવ્યું હતું.
અનિલ અને માધુરીએ ભૂતકાળમાં ઘણી ફિલ્મો સાથે કરી છે. જેમાં હિફાજત, તેજાબ, પરિંદા, રામ-લખન, કિશન કન્હૈયા, બેટા, ખેલ, પુકાર જેવી ફિલ્મો સામેલ છે. ૧૫ દિવસ સુી આ જોડી સાથે શૂટિંગ કરશે.