/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/Madhuri-Dixit-Net-Worth-In-Rupees-House.jpg)
અભિનેત્રી પ્રિયંકા ચોપરા, કોંકણા સેન શર્મા, અનુષ્કા શર્મા, સની લિયોને નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ વધુ એક અભિનેત્રી નિર્માત્રી તરીકે પોતાની કારકિર્દી ઘડવા સજ્જ છે. બોલિવૂડમાં ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિત નેને પોતાની માતૃભાષાની ફિલ્મોને પ્રોત્સાહન આપવા માગે છે.
મરાઠી ફિલ્મોનું નિર્માણ કરી તે મરાઠી ફિલ્મ જગતમાં પોતાનું નસીબ અજમાવવા માગે છે. માધુરી દીક્ષિત નેને પોતાની નિર્માણ કંપની આરએનએમ મૂવી પિકચર્સ બેનર હેઠળ મરાઠી ફિલ્મોનું નિર્માણ કરવાની છે. આ અગાઉ તેની પ્રોડકશન કંપનીએ ઇ લર્નિંગ અને ડીટીએચ સામગ્રીનું નિર્માણ કર્યું છે.
માધુરીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે આરએનએમ પિકચર્સ હવે પોતાના બિઝનેસનું વિસ્તરણ કરવા માંગે છે. એક નવી ભૂમિકા તરીકે નવા પ્રોજેકટ શરૂ કરવા કંપની સજ્જ છે. મારી પહેલી ફિલ્મ તરીકે હું મરાઠી ફિલ્મનું નિર્માણ કરવાની છું. આ એક પારિવારિક મનોરંજક ફિલ્મ હશે જેની પર મારી ટીમે કામ કરવાનું શરૂ કર્યું છે. હું મારા પહેલા પ્રોજેકટ માટે ખૂબ જ ઉત્સાહમાં છું.