Top
Connect Gujarat

મુંબઈ ખાતે પ્રથમ ઇન્ડિયા ડિજિટલ ઓપન સમિટનું આયોજન

મુંબઈ ખાતે પ્રથમ ઇન્ડિયા ડિજિટલ ઓપન સમિટનું આયોજન
X

રિલાયન્સ જીઓ દ્વારા લિંક્સ ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે અને સિસ્કો સિસ્ટમ્સનાં સપોર્ટ સાથે ઓપન સોર્સ નેટવર્કિંગ ( ઓએસએન ) ડેની ઉજવણી કરવા માટે ઇન્ડિયા ડિજિટલ ઓપન સમિટ 2018નું આયોજન કરવામાં આવ્યુ છે.

તારીખ 19મી જાન્યુઆરી 2018નાં રોજ આ કાર્યક્રમ રિલાયન્સ કોર્પોરેટ પાર્ક નવી મુંબઈ ખાતે યોજાશે. જેમાં ટોચનાં ટેક્નોલોજિસ્ટ, શિક્ષાવિદો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગનાં આગેવાનો ઓપન સોર્સ નેટવર્કિંગ સિસ્ટમ અને પ્લેટફોર્મ કેવી રીતે સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નવીનતા અને નેતૃત્વને વેગ આપશે એના પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વિશ્વની કંપનીઓ માટે ઓપન સોર્સ પ્રોપરાઇટરી સિસ્ટમ થી વિપરીત તે સ્કેલેબિલીટી અને સિક્યોરિટી સાથે બજારમાં નવી સેવાઓ ઝડપ થી વિકસાવવા અને પ્રસ્તુત કરવા કંપનીઓને પ્લેટફોર્મ કસ્ટમાઇઝ અને મેનેજ કરવામાં મદદ કરવાની સાથે નવીનતાસભર અને વિશિષ્ટ બનાવે છે.

આ સમિટમાં નીતિ, ટેક્નોલોજી અને સુરક્ષા માટે ઓપન સોર્સ માળખાકીય કાર્યનાં વિવિધ પાસા પર ચર્ચા કરવામાં આવશે.

ઇન્ડિયા ડિજિટલ ઓપન સમિટ 2018માં 400 થી વધુ એક્ઝિક્યુટિવ ઉપસ્થિત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જયારે ગ્લોબલ સી લેવલ એક્ઝિક્યુટિવ્સ ઓપન સોર્સ થી સંચાલિત ડિજિટલ પરિવર્તન પર બ્લોકચેઇન , આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( એઆઈ ), કલાઉડ -સ્કેલ નેટવર્કિંગ, ઓપન કમ્પ્યુટ, એઆર / વીઆર, રિયલ ટાઈમ એનાલિટિક્સ અને અન્ય વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે.

Next Story
Share it