મોરબી : ગેરકાયદે ગૌશાળાને બચાવવા ગૌરક્ષકે કરાવ્યુ ફાયરિંગ,LCBએ ચાર શખ્સો કરી ધરપકડ

0
86

મોરબીના મહેન્દ્રનગર પાસે ગૌસેવકની કાર પર થોડા દિવસો પહેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરીગ કર્યાના ચકચારી બનાવમાં એલસીબીની તપાસમાં ખુદ ફરિયાદી કહેવાતો ગૌસેવક આરોપી નીકળતા પોલીસે ત્રણ શખ્સો સહિત ચારની ધરપકડ કરી છે.

આ ચકચારી બનાવની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો આ અનુસાર મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી પોતાની નિરાધાર ગૌશાળા પાસે ગૌરક્ષક દિનેશભાઇ રામજીભાઈ લોરીયા ગત તા.12 ફેબ્રુઆરીએ પોતાની સફેદ કલરની સ્કોર્પિયો કારમાં બેઠા હતા,તે સમયે બે અજાણ્યા શખ્સો બાઇકમાં આવી અને તેમની કારમાં ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યા હોવાનો બનાવ બી ડિવિઝન પોલીસ મથકમાં જાહેર થયો હતો, આ બનાવ બાદ ગૌરક્ષકે દિનેશ લોરિયા દ્વારા પોતાના પર જાન લેવા હુમલાનો પ્રયાસ થયાની ફરિયાદ નોંધાવી હતી જેમાં બી ડિવિઝન અને એલસીબીએ આ બનાવની પ્રાથમિક તપાસ કરતા જ આ બનાવ શંકાસ્પદ લાગ્યો હતો તેથી એસ.પી કરનરાજ વાધેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફે આ બનાવની ઉંડાણપૂર્વક તપાસ કરતા ગોસેવક જ ખુદ આરોપી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો અને ગૌસેવકે દિનેશે પોતાની ગૌશાળાની ગેરકાયદેસર જમીન બચાવવા ખોટી ફરિયાદ કરી અને અશ્વિન પરમાર અને કચ્છ ભચાઉતાલુકા ના જસાપર ગામન શખ્સોની મદદથી આ ષડયંત્રરચ્યું  હતું. કહેવાતા ગૌસેવકે આ ત્રણ શખ્સોની મદદથી ભચાઉ નજીક જ પોતાની સ્કોર્પિઓ કાર પર ફાયરીગ કરી બાદમાં પોતાની મહેન્દ્રનગર પાસેની ગૌશાળા નજીક કાર રાખીને પોતાના પર ફાયરીગ કર્યા હોવાનું જણાવીને પોલીસને ઊંધા ચશ્મા પહેરાવ્યા હતા.

આ કહેવાતા ગૌસેવક દિનેશની ની નિરાધાર ગૌશાળા નામની મહેન્દ્ર નગર પાસે જે ગૌશાળા આવેલી છે તે જમીન ગેરકાયદેસર હોય  ગૌશાળાની પાછળ ટાઉનશીપ બને છે તેનો રસ્તો ગૌશાળાની જગ્યા માંથી નીકળે છે તેથી આ ગેરકાયદે રહેલી ગૌશાળા હટાવવાની હિલચાલ થતા ગૌસેવકે 15 દિવસ અગાઉ પોતાના પર હુમલો થાય તેવી પોલીસના અરજી આપી ને આ સમજી વિચારીને ષડયંત્ર રચ્યું હતું પોલીસે હાલ ગૌસેવક દિનેશ રામજી લોરીયા તેમજ ભચાઉ તાલુકાના જસાપર વાંઢ વિસ્તારના ચાર શખ્સો ઈબ્રાહીમ ઇસ્માઇલ તરાયાં, સિકંદર ઓસમાણ તરાયા, સિકંદર ઇસ્માઇલ તરાયા, અબ્દુલ ઇશમાઇલ તરાયાને 2000 રૂપિયાના દેશી તમચા સાથે ઝડપી ચોથો જે ફાયરિંગના બનાવમાં શાક્ષી તરીકે રહેલા આરોપી અશ્વિન પરમારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જો કે આ ગૌરક્ષક દિનેશ લોરિયા અનેકે વખત ગાયના નામે રૂપિયા પાંડવવા અપહરણ સહિત અનેક  ખોટી ફરિયાદો કરવા તેમજ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલ છે જેમાં પોલીસે વિસ દિવસ પહેલાં મહેન્દ્રનગર ગામ નજીક થયેલા ચકચારી ફાયરિંગ પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળતા તેને જેલના સળિયા પાછળ ધકેલીને દૂધનું દૂધ અને પાણી નું પાણી કરી દીધું છે આ સાથે જ પોતાના અંગત સ્વાર્થ માટે ખોટી ફરિયાદ કરનારા લોકો માટે આ કિસ્સો લાલબતી સમાન છે.

ડીસા તાલુકાના બાઈવાડા ગામે રહેતા અને મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વાલાભાઈ ઠાકોરના પુત્રને પૈસાની બાબતે ગામમાં જ રહેતા વાલાભાઈ ઠાકોર અને તેમના પુત્ર ભેગા મળી માર મારતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જ્યા બાળકની માતાએ ગામમાં રહેતા વાલાભાઈ ઠાકોર અને તેમના પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.

ડીસા તાલુકાના બાઈવાડા ગામે રહેતા વાલાભાઈ ઠાકોરના પુત્ર વરધા જે ગામમાં સાઇકલ લઈ ને જતો હતો તે દરમ્યાન પોતાના ખેતર ની બાજુમાં રહેતા વાલાભાઈ ઠાકોરે વરધા પાસે પૈસા ની માંગણી કરી હતી. જ્યાં વરધાએ પૈસા આપવાની ના પાડતા વાલાભાઈએ તેને પકડીને માર મારવાનું ચાલુ કર્યું હતું. જે જોતા વાલાભાઈ ના પુત્ર ભાવેશ અને વિક્રમે પણ પટ્ટા વડે માર મારવાનું ચાલુ કર્યું હતું.જે બાદ વરધા વાલાભાઈ અને તેમના પુત્ર ના ચૂંગલ માંથી છૂટી અને આ તમામ બાબતે તેની માતા ને જણાવી હતી જ્યાં વરધા ની માતા રમીલાબેન ઠાકોર પોતાના પુત્ર ને માર મારના પિતા અને પુત્ર સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here