/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/congress.jpg)
કોર્પોરેટરોએ પ્રદેશ કોંગ્રેસરનાં પ્રભારી રાજીવ સાંવતને રજૂઆત કરી મામલો થાળે પાડવા માંગ કરી
ગુજરાતમાં ભાજપે મિશન 26ની શરૂઆત કરી દીધી છે. ત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. જે કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મબલક સફળતા મળી હતી. તેજ કોંગ્રેસ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં તેની રાજકીય નાવમા છીંડુ પડી ગયું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂના રાજીનામાંથી રાજકોટ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. માત્ર વાત ત્યાં ન અટકતાં હવે મહાનગર પાલિકાનાં 17 કોર્પોરેટરો મેદાને ઉતર્યા છે, અને તેમણે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે.
કોંગ્રેસનાં અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ગત રોજ સાંજે કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ ઉપરથી રાજૂનામું ધરી દેતાં ભડકો થયો હતો. અને કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું હતું. બીજી તરફ તેમનાં પહેલાં પણ કોંગ્રેસી આગેવાનોએ પોતાની નારાજગી દર્શાવી શક્તિ પ્રદર્શનનાં પણ પ્રયાસો કર્યા છે. ત્યારે વધુ એક સમસ્યા કોંગ્રેસ સામે આવી છે. અને તે છેરાજકોટ મહાનગર પાલિકાના કોર્પોરેટરો.
ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ રાજીનામું આપતાં તેમના સમર્થનમાં કોંગ્રેસનાં 17 કોર્પોરેટરોએ પ્રદેશ કોંગ્રેસનાં પ્રાભારી રાજીવ સાવંતને રજૂઆત કરી છે. અને ઈન્દ્રનિલની નારાજગી દૂર કરવામાં નહીં આવેત તો આ 17 કોર્પોરેટરો પણ તેમના સમર્થનમાં રાજીનામાં આપી દેશે તેવી ચીમકી ઉચ્ચારતાં હાલમાં રાજકોટનાં રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.