રાજકોટઃ યૂથ કોંગ્રેસ અને NSUI પહોંચ્યુ FRC કમિટી પાસે, કરી ગાંધીગીરી

New Update
રાજકોટઃ યૂથ કોંગ્રેસ અને NSUI પહોંચ્યુ FRC કમિટી પાસે, કરી ગાંધીગીરી

FRC કમિટીને ફૂલ આપી ગાંધીગીરી અપવાની ખાનગી સ્કૂલોમાં ફી નિર્ધારણ સમિતિની અમલવારીની કરી માંગ

publive-image

ખાનગી શાળાઓમાં ફી નિર્ધારણ મુદ્દે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ મેદાને આવ્યું છે. રાજકોટ ખાતે યુથ કોંગ્રેસ અને નએસયુઆઈ દ્વારા આજરોજ ‘FRC’ કમીટીને ફી મામલે કરાઈ રજુઆત કરવા પહોંચ્યા હતા. યુથ કોંગ્રેસ દ્વારા એફઆરસી કમિટીના અધિકારીને ફૂલ આપી ગાંધીગીરી કરી હતી. ફી નિયમનના કાયદાને ઘોળી ને પી જનાર સ્કૂલ સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

publive-image

ફિ નીર્ધારણ સમિતિની ભલામણોના અમલ માટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ મેદાને પડ્યું છે. ત્યારે ગત રોજ યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પણ ફી નિધાર્રણ કમિટી બાબતે પત્રકાર પરિષદ યોજી હતી. ત્યાર બાદ વિરોધ અને રજૂઆતનાં વિવિધ પ્રયાસો યુથ કોંગ્રેસ દ્વારા ચાલુ રાખવામાં આવ્યા છે. આજરોજ યુથ કોંગ્રેસ અને નએસયુઆઈએ ગાંધીગીરી દાખવી એફઆરસી કમિટીને ફૂલ પીને વિરોધ દર્શાવ્યો હતો. અને સત્વરે ખાનગી ક્સૂલોમાં ફિ નિર્ધારણ મુદ્દે અમલવારી કરવા માંગ કરી હતી.

Latest Stories