New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/raj-1.jpg)
રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા હાલમાં જ રાજ્યભરની પોલીસને દારૂ અને જુગારની હાટડીઓ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ ડીજીપી ના આદેશને અનુસરી રાજ્યભરમાં જુદા જુદા શહેર અને જિલ્લાની પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડી પ્રોહીબિશન ના કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યારે જેમના શિરે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે. તેવા પોલીસ અધિકારી જ દારૂની બોટલ સાથે ઝડપાયા છે. રાજકોના ડીસીપી રવિ મોહન સૈની પેટ્રોલીંગમાં હતા. આ સમય દરમિયાન ટ્રાફિક ના એએસઆઇ એ.બી.મકવાણા વોર્ડન સાથે દારૂની બોટલ સાથે ક્રેટા કારમાં ઝડપાઇ જતા શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા હોવાનું પોલીસ વિભાગમાંથી જાણવા મળેલ છે.