/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/maxresdefault-22.jpg)
રાજકોટમાં શુક્રવારના રોજ આઇપીએલ 10માં ગુજરાત લાયન્સને કોલકતા નાઈટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાંકોલકતા નાઈટ રાઇડર્સે 10 વિકેટથી ગુજરાત લાયન્સની સામે જીત મેળવી હતી, જેમાં રાજકોટમાં ગુજરાત લાયન્સની આ છઠ્ઠીમેચમાં ચોથી વખત પરાજય થઈ હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સ કેપ્ટ્ન ગૌતમ ગંભીરે ટોસ જીતીને પ્રથમ ગુજરાત લાયન્સને પ્રથમ બેટિંગ આપી હતી. જેમાં ગુજરાતલાયન્સને 183 રન બનાવ્યા હતા, અને કોલકતા નાઈટ રાઇડર્સને જીતવા માટે 184નો લક્ષ્યાંક આપ્યો હતો, જેમાં ક્રિસ લીએ 41 બોલમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 93 રન બનાવ્યા ને ગૌતમ ગંભીરે 48 બોલમાં 12 ચોગ્ગા મારી 76 રન ફટકારતા કોલકતાનાઈટ રાઇડર્સે ગુજરાત લાયન્સને 10 વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો, અને જીવતા માટેના 184ના પડકારને કોલકાતાનાઈટ રાઈડર્સ 14.5 ઓવરમાં વિના વિકેટે હાંસલ કર્યો હતો.
મેચ પૂરી થયા બાદ KKR ટીમે રાજકોટની ફોર્ચુન હોટેલ માંપોતાની જીતની ઉજવણી કરી હતી.