Connect Gujarat
ગુજરાત

 રાજકોટમાં નવી ચલણી નોટ રૂપિયા 2000 ની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા 

 રાજકોટમાં નવી ચલણી નોટ રૂપિયા 2000 ની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા 
X

રાજકોટ માં પોલીસે બે અલગ અલગ સ્થળો પરથી રૂપિયા 20 લાખની નવી ગુલાબી નોટો ઝડપી પાડીને તપાસની શરૂઆત કરી છે.

રાજકોટ માં નવા ચલણની હેરફેરી નો સિલસિલો યથાવત રહ્યો છે. ૮ ડિસેમ્બર બાદ આજ સુધી અનેક શખ્સો પોલીસના હાથે ઝડપાયા છે. અને પોલીસે 2000 ની નવી ચલણી નોટો ઝડપી લીધી હતી.

રાજકોટના બી ડીવીઝન વિસ્તારમાં પેડક રોડ પરથી ૮.૩૫ લાખની નવી ચલણી નોટો ઝડપાઈ છે. બાઈકની ડેકીમાં રાખેલા થેલામાંથી 2000 ની ૪૦૦ અને 100 ની ૩૫૦ નોટ મળી પોલીસે કુલ ૮.૩૫ લાખની સાથે બે શખ્સો ની ધરપકડ કરી છે. રાતના સમયે પોલીસને જોઈ એકટીવા બાઈક પર અશોક કોશિયા અને કૌશિક રાજ્યગુરુ નામના બંને શખ્સો ભાગવા જતા પોલીસે તેને પકડી પડયા હતા અને આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી છે.

જયારે ભક્તિનગર વિસ્તારના કોઠારિયા કોલોની પાસેથી શંકાના આધારે એક શખ્સને થેલા સાથે પકડી તલાશી લેતા તેની પાસેથી 2000ની ૮ લાખની નવી ચલણી નોટો મળી આવી હતી. પોલીસે ની પૂછપરછ માં આ નોટો ગોંડલના કુલદીપ ખાંટે રાજકોટ 80 ફુટ રોડ પર જય ઓટોવાળાને પહોંચાડવા આપી હોવાનું અને તેના બદલામાં પોતાને 2000નું મહેનતાણુ મળ્યુ હોવાનું જાણવા મળ્યુ હતુ. સમગ્ર મામલે પોલીસે આયકર વિભાગને જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે નવા ચલણ ની 2000 રૂપિયાના નોટો ઝડપવા પાછળ કમિશન લઈને વટાવ નું કામ પાર પાડવામાં આવી રહયુ હોવાનું પણ કહેવાય છે.

Next Story